સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની તક

નવી દિલ્હીઃ નવા વર્ષના પ્રારંભે જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી પાસે બહુ સારી તક છે. મોદી સરકાર 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધીમાં સસ્તું સોનું વેચશે, પણ એ સોનું ભૌતિક સ્વરૂપે નહીં, પણ સોવેરિન ગોલ્ડ બોન્ડ 2021-22 હેઠળ સોનામાં મૂડીરોકાણની તક મળશે.

સોનાની ખરીદી પહેલાં જાણો મહત્ત્વની વાતો…

  • કેન્દ્ર સરકારની સોવેરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની આ નવમી સિરીઝ છે
  • સોનાની ખરીદી માટે પાંચ દિવસો-14 જાન્યુઆરી સુધી તક મળશે.
  • રિઝર્વ બેન્કે આ યોજના ભાવ માટે ભાવ પ્રતિગ્રામ રૂ. 4786 નક્કી કર્યો છે.
  • કેન્દ્ર સરકારે ઓનલાઇન અરજી માટે રોકાણકારોના મૂલ્યથી પ્રતિ ગ્રામ રૂ. 50 ઓછો રાખવાનો નિર્ણય કર્યો છે.
  • અરજીની ચુકવણી ડિજિટલ મોડના માધ્યમથી કરવામાં આવશે.
  • સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યુ પ્રાઇસની ચુકવણી કરવાની હોય છે.
  • બોન્ડ વેચવાથી રોકાણકારના ખાતામાં નાણાં જમા થાય છે. સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર 2.50નું નિશ્ચિત વ્યાજ મળે છે.
  • આ યોજનામાં સ્લેબના હિસાબે ટેક્સ ચૂકવવાનો રહેશે.
  • રોકાણ કરવા માટે તમારી પાસે પેન-કાર્ડ હોવું જરૂરી છે.
  • ગોલ્ડ બોન્ડ માટે સોનાની કિંમત, ભારતીય શરાફ અને આભૂષણ સંઘ લિ. દ્વારા પ્રકાશિત 999 શુદ્ધતાવાળા સોનાના બંધ ભાવની સરેરાશ બરાબર થશે.

 

આ બોન્ડ બધી બેન્કો, માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ., NSE અને BSEના માધ્યમથી વેચવામાં આવશે.