સોવા કેપિટલ, ઈન્ડિયા આઈએનએક્સ GA વચ્ચે સહયોગ

મુંબઈ તા. 10 જાન્યુઆરી, 2022: લંડનસ્થિત બ્રોકર-ડીલર સોવા કેપિટલે જાહેર કર્યું છે કે તેણે ઈન્ડિયા આઈએનએક્સના મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને રશિયન બજારનો સંપર્ક પૂરો પાડવા એક કરાર કર્યો છે. ભારતીય રોકાણકારો મોસ્કો એક્સચેન્જ (એમઓઈએક્સ)માં કિંમતની દૃષ્ટિએ અસરકારકપણે ટ્રેડિંગ કરી શકે એ માટેનો બ્રિજ આ ભાગીદારી દ્વારા સર્જવામાં આવશે. આ બ્રિજ દ્વારા ભારતીય રોકાણકારો રશિયન ઈક્વિટીઝ, બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન એક્સચેન્જ અને મની માર્કેટ્સમાં ટ્રેડિંગ કરી શકશે.

ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ આઈએફએસસી લિમિટેડ બીએસઈની ઈન્ડિયા આઈએનએક્સની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે. ઈન્ડિયા આઈએનએક્સે એક પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેના દ્વારા ભારતીય ક્લાયન્ટ્સ વિદેશી શેર્સનું ટ્રેડિંગ કરી શકે છે. સોવા કેપિટલ એમઓઈએક્સની ઈન્ટરનેશનલ ક્લિયરિંગ મેમ્બર છે તે બધા ઈન્ડિયા આઈએનએક્સ મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને એમઓઈએક્સ અને ગ્લોબલ માર્કેટ્સમાં ભારતમાંથી જ સીધો વેપાર કરવા માટેનું જોડાણ પૂરું પાડશે.

સોવા કેપિટલના સેલ્સ ડિરેક્ટર તાતિયાના પ્રિમેકે આ પ્રસંગે કહ્યું કે અમે મોસ્કો એક્સના ઈક્વિટીઝ, સ્ટોક્સ, ડેરિવેટિવ્ઝ અને સ્પોટ ફોરેન એક્સચેન્જ સહિતના બધા સેગમેન્ટમાં ભારતીયો ટેર્ડિંગ કરી શકે એ માટેનો સંપર્ક પૂરો પાડવાનો અમને આનંદ છે. આજે બજારો સંકલિત છે અને ઈન્ડિયા આઈએનએક્સ ઓફ્ફશેર એક્સચેન્જ છે, જેણે પ્રથમ વાર અતિ મહત્ત્વનું પગલું લઈ ભારતમાં સીધી ગ્લોબલ માર્કેટ્સ ઉપલબ્ધ કરી છે. અમને લાગે છે કે અમારો સહકાર મોસ્કો એક્સચેન્જ અને ઈન્ડિયા આઈએનએક્સ વચ્ચે પરસ્પરને લાભ થાય એવી સંભાવનાઓનું નિર્માણ કરશે.

સ્થાનિક રોકાણકારોને આંતરરાષ્ટ્રીય બજારો ઉપલબ્ધ કરવાના અમારા પ્રયત્નોમાં સોવા કેપિટલ સાથે જોડાણ કરવાનો અમને આનંદ છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આ ભાગીદારી થકી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ વધુ મજબૂત બનશે અને ઈન્ડિયા આઈએનએક્સ પ્લેટફોર્મ પર વધુને વધુ  લોકો વેપાર કરશે, એમ ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણ્યને કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]