નવી દિલ્હીઃ GST પરની અધિકારીઓની સમિતિએ GST કાઉન્સિલને ક્રિપ્ટો કરન્સી અને વિવિધ અન્ય ડિજિટલ કરન્સી પર ટેક્સ લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું સૂચન કર્યું છે. ફિટમેન્ટ કમિટીએ GST કાઉન્સિલને રિપોર્ટમાં સૂચન કર્યું છે કે ક્રિપ્ટો કરન્સી પરનાં રેગ્યુલેશનનો કાયદો બની રહ્યો છે, જેથી એને સંબંધિત ક્રિપ્ટો-ઇકોસિસ્ટમને ઓળખવી મહત્ત્વની છે. વળી, એ સિવાય એ વર્ગીકૃત થવા દો કે એ ચીજવસ્તુ છે કે સેવા છે?
કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓની સમિતિને ફિટમેન્ટ કમિટી કહેવામાં આવે છે. આ કમિટીએ તારણ કાઢ્યું હતું કે ક્રિપ્ટો ઇકોસિસ્ટમમાં ઊંડી તપાસની જરૂર છે. હાલ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હરિયાણા અને કર્ણાટકના અધિકારીઓ બધાં પાસાંઓનો અભ્યાસ કરશે અને નિયત સમયમાં ફિટમેન્ટ કમિટીની સમક્ષ એક પેપર રજૂ કરશે.
સમિતિએ એટલે સૂચન કર્યું છે કે GST કાઉન્સિલની આગામી 28-29 જૂને બેઠકમાં ક્રિપ્ટો કરન્સી પર GST નિર્ણય ટાળવામાં આવે. વર્ષ 2022-23ના બજેટને ક્રિપ્ટોની કમાણી પર ટેક્સ લગાવવામાં આવે, કેમ કે ક્રિપ્ટો કરન્સીમાં કરવામાં આવતા સોદા એ રેસકોર્સમાં ઘોડાની પાછળ સટ્ટા ખેલાતા વ્યવહારો જેવા છે. ક્રિપ્ટો જેવી કરન્સીમાં થતા વ્સવહારોમાં પહેલી એપ્રિલથી એના વ્વહારો પર 30 ટકા કર, સેસ અને સરચાર્જ લગાવવામાં આવી રહ્યા છે. વળી, ડિજિટલ કરન્સીઓ માટે રૂ. 10,000થી વધુના ફંડ પર વધારાનો એક ટકો TDS લગાવવામાં આવશે, આ ટેક્સ પહેલી જુલાઈથી લાગુ થશે. ક્રિપ્ટો કરન્સી પરની TDSની મર્યાદા પ્રતિ વર્ષ રૂ. 50,000 હશે. આવામાં આવી વ્યક્તિઓએ કે HUFમાં સામેલ વ્યક્તિએ ITના નિયમો હેઠળ ખાતાંઓનું ઓડિટ કરાવવું જરૂરી છે.
