ઘટેલા ભાવે ક્રીપ્ટોની ખરીદી વધતાં આઇસી15-ઇન્ડેક્સ ઉછળ્યો

મુંબઈઃ ઓછા ભાવે મળી રહેલી ક્રીપ્ટોકરન્સીની ખરીદી થવાને લીધે માર્કેટમાં શુક્રવારે વૃદ્ધિનો બીજો દિવસ હતો. યૂએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આર્થિક મંદીની શક્યતાને નકારી દેતાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. પોવેલે અમેરિકાના સાંસદોને કહ્યું હતું કે અર્થતંત્ર મંદીમાં સરકી જવા વિશે ચિંતા કરવા જેવું નથી.

અમેરિકામાં સ્ટોક ફ્યુચર્સમાં શુક્રવારે વૃદ્ધિનો ક્રમ જારી રહ્યો હતો. રોકાણકારો બિટકોઇન સહિતની ક્રીપ્ટોકરન્સી બાબતે આશાવાદી છે. હાલમાં મોટાભાગના કોઇન ઓછા ભાવે મળી રહ્યા હોઈ વેલ્યૂ ઇન્વેસ્ટિંગ થઈ રહ્યું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.00 ટકા (700 પોઇન્ટ) વધીને 28,003 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,303 ખૂલીને 28,434 સુધીની ઉપલી અને 26,611 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,303 પોઇન્ટ 28,434 પોઇન્ટ 26,611 પોઇન્ટ 28,003 પોઇન્ટ

ડેટાનો સમયઃ 24-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)