નધણિયાતા બેન્ક-એકાઉન્ટ્સ, મ્યુ. ફંડ, PFની રકમ રૂ. 82,000 કરોડ

અમદાવાદઃ મ્યુચ્યુઅલ ફંડની એક યોજનાએ 25 વર્ષ પૂરાં કર્યાં, ત્યારે ફંડ હાઉસે ટ્રેડર્સને એક પત્ર લખ્યો કે જેમણે 20 વર્ષ કરતાં વધુ સમયથી આ યોજનામાં મૂડીરોકાણ કર્યું હતું. એના જવાબમાં આશ્ચર્યજનક પરિણામ મળ્યાં હતાં. કેટલાંક સપ્તાહમાં ટ્રેડર્સે મોટા પાયે રિડમ્પશનની અરજીઓ કરી હતી. વળી આવામાં અનેક ટ્રેડર્સે અથવા તેમના ઉત્તરાધિકારીઓએ તેમના ભૂતકાળમાં તેમના મૂડીરોકાણને રોકાણ સંબંધિત માન્યતા નહીં આપી હોય.  

એક અંદાજ મુજબ દેશમાં રોકાણકારોના રૂ. 82,000 કરોડથી વધુની સંપત્તિ ભૂલી ગયેલા કે ખોવાયેલા મૂડીરોકાણમાં નધણિયાતી પડી છે. આ રોકાણકારોનું મૂડીરોકાણ નિષ્ક્રિય નાણાકીય સંસ્થાઓના ખાતાઓમાં દાવા વગરની ડિપોઝિટો, પાકેલી વીમા પોલિસીઓની આવક, નિષ્ક્રિય પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ્સમાં જમા રકમ કે પછી મ્યુચ્યુઅલ ફંડનાં મૂડીરોકાણ –કે જેનું કોઈ વ્યક્તિ દાવો નથી કરતી કે અનેક વર્ષોનાં ડિવિડન્ડની રકમનું કોઈ લેવાલ નથી.

બેન્ક એકાઉન્ટ, ડિપોઝિટ, વીમા પોલિસી, ડિવિન્ડની રકમ કે પીએફ ખાતામાં પડેલી રોકાણકારોની કુલ રકમ રૂ. 82,025 કરોડ જેટલી છે, જેમાં દર વર્ષે છ ટકા રોકાણકારો રૂ. 4900 કરોડના વ્યાજની આવક ગુમાવે છે- પ્રતિ દિન 14 કરોડ જેટલી થાય છે. જો આ રકમ ચોક્કસ સમયગાળામાં દાવો કરવામાં (10-25 વર્ષોમાં)ના આવે તો આ નાણાં ઇન્વેસ્ટર એજ્યુકેશન ફંડમાં ટ્રાન્સફર થઈ જાય છે. આમાં બેન્ક એકાઉન્ટમાં રૂ. 18,381 કરોડની રકમ દાવા વગરની પડી છે. રૂ. 4820 કરોડ પાકતી ફિક્સ્ડ અને અન્ય ડિપોઝિટોના સ્વરૂપે પડી છે. જ્યારે વીમા કંપનીઓ પાસે દાવા વગરની રકમ રૂ. 15,167 કરોડ જમા છે. એલઆઇસી પાસે રૂ. 7000 કરોડ કરતાં વધુ રકમ દાવા વગરની જમા છે.  જ્યારે બિનસક્રિય મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પાસે રૂ. 17,880 કરોડની રકમ જમા છે. જેમાં ડિવિડન્ડ અને રિડમ્પશન તરીકે રૂ. 1100 કરોડ રકમ જમા છે. જેમાં રૂ. 4100 કરોડ દાવા વગરની રકમ ડિવિડન્ડની છે. આ ઉપરાંત રૂ. 26,497 કરોડની દાવા વગરની રકમ પ્રોવિડન્ટ ફંડમાં જમા છે.