મુંબઈ તા. 16 સપ્ટેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 407મી કંપની ટેક્નોપેક પોલિમર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. ટેક્નોપેક પોલિમર્સે રૂ.10ની મૂળ કિંમતના 14.30 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.55ની કિંમતે ઓફર કરીને રૂ.7.87 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ સફળતાપૂર્વક 7 નવેમ્બર, 2022ના રોજ સંપન્ન થયો હતો.
ટેક્નોપેક પોલિમર્સ લિ. ગુજરાત સ્થિત કંપની છે, તેની રજિસ્ટર્ડ ઓફિસ રાજકોટ ખાતે આવેલી છે. કંપની ટેક્નોપેટ બ્રાન્ડ હેઠળ હાઈ ક્વોલિટી પેટ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે.
અત્યાર સુધીમાં 153 કંપનીઓ બીએસઈ એસએમઈ પરથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓએ બજારમાંથી રૂ.4,492 કરોડ એકત્ર કર્યા હતા, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ.63,000 કરોડ છે.