દુબઈ: યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝિયાદ અલ નાહયાન દ્વારા ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છરનું સન્માન કરવામાં આવ્યું. આ સમારોહ દરમિયાન સ્મિત મચ્છરના માથા પરના ગંભીર ઘા અને સર્જરીના ટાંકા નજરે પડ્યા.
Heartiest congratulations to Captain Smit Machchhar on being conferred the prestigious Order of Zayed II (First Class) by the UAE.
His extraordinary bravery in averting a mid-air tragedy stands as a resounding testament to the valour, skill and calm professionalism of Indian aviation. A true hero and an inspiration to us all!
— Smriti Z Irani (@smritiirani) October 28, 2026
ગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કેપ્ટન સ્મિત મચ્છર દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટ એફઝેડ૧૦૭૩ (FZ1073) ઉડાવી રહ્યા હતા, ત્યારે સહ-પાયલટે વિમાનને ક્રેશ કરવાના ઈરાદાથી કોકપીટમાં તેમની પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
માથામાં ગંભીર ફ્રેક્ચર, ભારે લોહી વહી જવા છતાં અને ઝાંખી દ્રષ્ટિ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે કુશળતાપૂર્વક કોકપીટનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેના કારણે ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો સમયસર અંદર આવી ગયા હતા અને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ સાહસિક પગલાંથી વિમાનમાં સવાર ૧૭૪ મુસાફરોના જીવ બચી ગયા હતા.






