ઈ-વે બિલ્સથી વધશે જીએસટી રેવન્યૂ

નવી દિલ્હીઃ સરકારને આશા છે કે ઈલેકટ્રોનિક બિલની શરૂઆત બાદ જીએસટી કલેક્શનમાં 20થી25 ટકા વૃદ્ધિ થશે. આના કારણે માલના આવનજાવન પર નજર રાખી શકાશે અને રેવન્યૂ લીકેજને રોકી શકાશે.

ટેક્સ અધિકારીઓના કહેવા પ્રમાણે જીએસટી લાગુ થયા બાદ કેટલાક ઉદ્યોગો ટેક્સ નથી ચૂકવી રહ્યા, કારણ કે જીએસટી અંતર્ગત આંશિક ચોરી અશક્ય છે. કાં તો તમે 0 ટેક્સ આપી રહ્યા છો અથવા 100 ટકા. ઈ વે બિલ એક એવી રીત છે કે જેના કારણે એવા લોકોને સિસ્ટમમાં લાવી શકાશે કે જે રાજ્યોમાં વેટ માટે ઈ વે બિલ લાગુ કર્યું હતું તેમના વાર્ષિક કલેક્શનમાં 20 થી 25 ટકાની વૃદ્ધિ થઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમારે રાષ્ટ્રીય સ્તર પર આવી જ આશાઓ જીએસટીને લઈને પણ છે.

17 રાજ્યોમાં પહેલાથી જ કોઈને કોઈ રૂપે ઈ-વે બિલ્સ છે, જેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ઘણા પૂર્વીય રાજ્યોમાં સમાવિષ્ટ છે. પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યો એવા છે કે જે ફેબ્રુઆરીમાં સીસ્ટમને અપનાવશે. કેટલાક રાજ્યો પાસે પોતાના રાજ્યમાં અને બહાર માલની હેરફેર પર નજર રાખવાની સીસ્ટમ પહેલેથી જ ઉપ્લબ્ધ છે. ઈ-વે બિલ્સને જુલાઈમાં જીએસટીની શરૂઆતથી જ લાગુ કરવાનું હતુ, પરંતુ સરકારે સીસ્ટમ તૈયાર થવા સુધી આને ટાળી દીધું હતું.