સોનાના ભાવમાં ઉછાળોઃ એક મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ વર્ષના અંતિમ ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું એક મહિનાની ઉચ્ચતમ સપાટી પર પહોંચી ગયું છે. સોનાનો ભાવ 175 રૂપિયા વધીને 30,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઊંચા સ્તર પર પહોંચી ગયો છે. સોનામાં તેજી આવવાનું મુખ્ય કારણ ગ્લોબલ માર્કેટમાં મજબૂતીનો ટ્રેન્ડ અને લોકલ જ્વેલર્સ દ્વારા ખરીદીમાં થયેલો વધારો છે. તો આ સિવાય ચાંદીમાં પણ તેજી જોવા મળી છે અને ઈન્ડસ્ટ્રિયલ યૂનિટ્સ અને કોઈન મેકર્સની ખરીદીથી ચાંદી 280 રૂપિયા વધીને 39,980 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચી ગયુ છે.

ડોલરમાં નરમાઈ અને રાજનૈતિક અનિશ્ચિતતાઓના કારણે ગ્લોબલ માર્કેટમાં સોનુ 1,302.50 ડોલર પ્રતિ ઓંસના સ્તર પર મજબૂત છે. તો આ તરફ લોકલ જ્વેલર્સની ડિમાન્ડથી કીમતોને પણ સપોર્ટ મળી રહ્યો છે. ગત એક વર્ષની જો વાત કરવામાં આવે તો લોકલ માર્કેટમાં સોનામાં 2,100 રૂપિયા(7.42 ટકા)નો ઉછાળો નોંધાયો છે, ત્યાં જ ચાંદીમાં 580 રૂપિયા અટલે કે 1.47 ટકાનો ઉછાળો આવ્યો છે.

અમેરિકી ડોલરમાં આવેલી નરમાઈ વચ્ચે કોમોડિટીઝને વેગ મળ્યો છે, જેના કારણે અન્ય કરન્સીના યૂઝર્સ માટે વધારે આકર્ષક બની ગઈ છે. 2017 દરમિયાન સોનાના 31,350 રૂપિયા પ્રતિ દસગ્રામનો ઊંચો ભાવ અને 28,300 રૂપિયાનો નીચો ભાવ દર્શાવ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં પણ ગત એક વર્ષ દરમિયાન સોનામાં મજબૂતી આવી છે. વર્ષ 2017માં ન્યૂયોર્કમાં સોનું આશરે 13.17 ટકા વધીને 1,302.50 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી ગયું હતું, જ્યારે એક વર્ષ પહેલા આ ભાવ 1,150.90 ડોલર હતો.