પુણેઃ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વીજ પૂરી પાડતી દેશની સૌથી મોટા સુઝલોન ગ્રુપે ઘોષણા કરી હતી કે કંપનીએ છ મહાદ્વીપોના 17 દેશોમાં સ્થાપિત કરેલાં 12,467 વિન્ડ ટર્બાઇનના માધ્યમથી 20 GW (ગિગા બાઇટ) વિન્ડ એનર્જી સ્થાપવાની ક્ષમતા હાંસલ કરવી એ એક નવી સિદ્ધિ છે, જેથી વૈશ્વિક વિન્ડ એનર્જીમાં કંપનીની સ્થિતિ વધુ મજબૂત બની છે.
ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ના જણાવ્યાનુસાર કંપનીની કુલ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા હાલમાં 168.96 (GW) છે, જેમાં 82 GW વિવિધ તબક્કે અમલીકરણમાં છે અને 41 GW ટેન્ડરના વિવિધ તબક્કા હેઠળ છે, એમાં 64.38 GW સોલર પાવર, 51.79 GW હાઇડ્રો પાવર, 42,02 GW વિન્ડ પાવર અને 10.77 GW બાયો પાવર સામેલ છે.
|
કંપની દ્વારા 20 GWના લક્ષ્યને પાર કરવીએ રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં કંપનીની પ્રતિબદ્ધતા અને નિપુણતાનું પ્રમાણ છે. હું કેન્દ્ર સરકારને તેમની દૂરંદેશી નીતિના માળખા અને અમારા 1900 ગ્રાહકોનો આભાર માનું છે, જેમના ટેકા વગર આ સિદ્ધિ ના મળી શકી હોત. વિશ્વમાં સ્થાપિત ક્ષમતા 5.9 GW વિન્ડ ટર્બાઇનની સાથે કંપનીની 20 GWની સ્ટોરી છે, એમ ગ્રુપના વાઇસ ચેરમેન ગિરિશ તંતીએ કહ્યું હતું.
કંપનીએ આ જે માઇલ સ્ટોન હાંસલ કર્યો છે, એ આવનારાં વર્ષોમાં અમારા માટે એક નક્કર આધાર બનશે તેમ જ આ એક સાચી આત્મનિર્ભર ભારતની ક્ષણ છે, જેમાં એક ભારતીય કંપની ભારતમાં નિર્મિત ટર્બાઇનોના ઉત્પાદનની સાથે વૈશ્વિક માપદંડો સ્થાપી રહી છે. કંપનીની 1995માં 270KWના પહેલા ટર્બાઇનથી 2023માં ત્રણ MW ટર્બાઇન સુધી કંપનીની યાત્રા આવનારી પેઢીઓને પ્રોત્સાહન આપતી રહેશે. અમે અમારા વૈશ્વિક ભાગીદારો અને સ્થાનિક ખેલાડીઓની સાથે ભાગીદારી દ્વારા એનર્જી પરિવર્તનની યાત્રા માટે પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે કહ્યું હતું.