વિશ્વ પર્યાવરણ દિવસઃ તાતા ટીએ ‘જાગો રે’ની એડિશન લોન્ચ કરી

નવી દિલ્હીઃ વિશ્વ પર્યાવરણ દિવસ પર તાતા ટીએ ‘જાગો રે’ (#JaagoRe)ની એડિશન લોન્ચ કરી છે, જેનો ઉદ્દેશ આપણા સમયની સૌથી નિર્ણાયક કટોકટી એવી આબોહવા પરિવર્તન વિશે જાગૃતિ ફેલાવવાનો છે. કંપનીના ‘જાગો રે’ કેમ્પેન્સે બહુધા સમાજ અને તેમના સામૂહિક મુદ્દાઓ માટે પ્રભાવશાળી ઉકેલો સાથે મહત્વની ભૂમિકા ભજવી છે. કંપની આબોહવા પરિવર્તનને સંબોધવાની તાકીદ અને મહત્વને સમજે છે.

કંપની ‘જાગો રે’ના નવા ટીવીસી દ્વારા, ક્લાયમેટ ચેન્જ સામે લડવાના સંદેશને માતાપિતા માટે વધુ સંબંધિત અને વ્યક્તિગત બનાવવા માટે એક ડિવાઇસ તરીકે લોકપ્રિય નર્સરી રાઇમ્સનો ઉપયોગ કર્યો છે. મ્યુલન લિન્ટાસ બેંગલોર દ્વારા તૈયાર કરાયેલી આ ફિલ્મ દર્શાવે છે કે જો આપણે અત્યારે આ અંગે કામ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણા સમયની મનપસંદ કવિતાઓ કેવી રીતે અલગ દેખાશે…

જેક અને જિલ ગયા ટેકરી પર…

ભરવા પાણીની એક બોટલ

પણ સુકાઈ ગયું છે હવે બધું પાણી

દુનિયા થઈ ગઈ છે ખૂબ ગરમ

એટલે જેક અને જિલ બેઠા રહ્યા ટેકરી પર

સુકાવા લાગ્યા તેમના ગળા

પીવા માટે નથી એક ટીપુંય પાણી

અને એક દિવસ, મારી પાસે પણ નહીં હોય…

આ ફિલ્મ ગ્રાહકોને આબોહવા પરિવર્તન સામે લડવા માટે યોગદાન આપવા માટે સરળ કાર્યક્ષમ રીતો અપનાવવા વિનંતી કરે છે, જે અન્યથા એક જટિલ અને ગંભીર સમસ્યા હોવાનું જણાય છે. ગ્રાહકો તેમના સમર્થનનો વાયદો કરવા, ટકાઉ જીવનશૈલી અપનાવવા માટેની ટિપ્સ મેળવવા અને આબોહવા પરિવર્તન સામેની તેમની લડતની વાર્તાઓ શેર કરીને અન્ય લોકોને પ્રેરણા આપવા માટે Jaagore.comની મુલાકાત લઈ શકે છે.

આ પહેલ પર ટિપ્પણી કરતાં તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ બેવરેજીસ (ભારત અને દક્ષિણ એશિયા) પ્રેસિડેન્ટ પુનીત દાસે જણાવ્યું હતું કે તાતા ચા ‘જાગો રે’ હંમેશાં આપણા સમયના મુખ્ય સામાજિક મુદ્દાઓ પર સમાજની સામૂહિક ચેતના વધારવામાં માને છે.

આ કેમ્પેનની વિશિષ્ટતા પર પોતાના વિચારો રજૂ કરતાં મ્યુલન લિન્ટાસના CEO હરિ કૃષ્ણને જણાવ્યું હતું કે તાતા ચા ‘જાગો રે’ એ કોઈ કેમ્પેન નથી પરંતુ સૌથી લાંબા સમય સુધી ચાલતા હેતુથી ચાલતા અભિયાન પૈકીનું એક છે. આ વર્ષે અમે બાળકો દ્વારા મજબૂત અને ચોટદાર સંદેશ સાથે આગળ વધ્યા છીએ, કારણ કે તેમની પેઢીએ જ આપણાં કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે.