સ્પાઈસજેટના પાઈલટ્સનો માસિક પગાર વધારીને સાડા સાત લાખ કરાયો

મુંબઈઃ દેશના એવિએશન ક્ષેત્રમાં 18 વર્ષથી કાર્યરત એરલાઈન સ્પાઈસજેટના મેનેજમેન્ટે 75 ફ્લાઈંગ કલાકો માટે તેના પાઈલટ્સ (કેપ્ટન્સ)નો માસિક પગાર વધારીને રૂ.7.5 લાખ કરવાનો નિર્ણય લીધો છે. આ પગારવધારો 16 મે, 2023થી અમલમાં આવશે. સ્પાઈસજેટે આ પહેલાં ગયા નવેમ્બરમાં, તેના પાઈલટ્સનો માસિક પગાર 80 ફ્લાઈંગ કલાકો માટે રૂ. 7 લાખ સુધી વધાર્યો હતો. એરલાઈન આ ઉપરાંત તેના પાઈલટ્સને હવે એમની મુદત સાથે સંલગ્ન વફાદારીનું ઈનામ પણ આપશે.

સ્પાઈસજેટે એમ પણ કહ્યું છે કે પ્રશિક્ષકો (DE, TRI) અને ફર્સ્ટ ઓફિશ્યલ્સને પણ તુલનાત્મક સ્વરૂપે વધારે વળતર આપવામાં આવશે.