સિંગાપુરઃ લાંબા અંતરાલ પછી સિંગાપુર એરલાઇન્સ લિ. છેવટે તેની ફ્લાઇટ્સ ભારતમાં શરૂ કરવા તૈયાર છે. ભારત સ્પષ્ટ રીતે અમારા માટે મહત્ત્વપૂર્ણ છે, કેમ કે આ દાયકાના મધ્ય સુધીમાં ભારત અમેરિકા અને ચીન પછી સૌથી મોટું ત્રીજું એવિયેશન માર્કેટ બની જશે, એમ કંપનીના CEO ગોહ ચુને કહ્યું હતું. સિંગાપુર એરલાઇન્સ ભારતને ભવિષ્યના એક મોટા હબ તરીકે જોઈ રહી છે.
આ એક એવું માર્કેટ છે, જેણે સિંગાપુરને દાયકાઓથી આકર્ષિત કર્યું છે. સિંગાપુર એરલાઇન્સે 2001માં એર ઇન્ડિયાના નિષ્ફળ ખાનગીરકરણના પ્રયાસની વચ્ચે મુંબઈ સ્થિત તાતા ગ્રુપ સાથે ભાગીદારી કરી હતી. જોકે નવી દિલ્હી છેવટે તાતા ગ્રુપને તેની ફ્લેગ કેરિયર વેચવા તૈયાર થઈ ગઈ હતી. છેલ્લાં 20 વર્ષોમાં મધ્ય પૂર્વના હરીફોએ ભારતમાં પગ જમાવવા પ્રયાસ કર્યા હતા. એતિહાદ એરવેઝે જેટ એરવેઝમાં મૂડીરોકાણ કર્યું હતું. જેટ એરવેઝને સ્થાપક નરેશ ગોયલે નાદારીના સમયમાં પણ ચલાવી હતી.
કતાર પણ છ વર્ષ પહેલાં જ્યારે ભારતીય સ્થળો અને દોહાની વચ્ચે વધુ ફ્લાઇટ્સ શરૂ કરવા વાટાઘાટ કરી રહ્યું હતું કે સિંગાપુર લાઇન્સ નવી એરલાઇન સ્થાપવા માટે મથામણ કરી રહ્યું હતું. જોકે એ યોજના આગળ ના વધી શકી. કંપનીએ દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં હિસ્સો ખરીદવા માટે પ્રયાસ કર્યા હતા. જોકે સિંગાપુર એરલાઇન માટે એર ઇન્ડિયાનો હિસ્સો લગડી પુરવાર થશે, કેમ કે સિંગાપુર એરલાઇનને ભારત અને અમેરિકાના પેસેન્જરોનો પ્રવાહ અવિરત મળી રહે છે.