આ કંપનીઓના રોકાણકારોને થયો 87,966 કરોડ રૂપિયાનો નફો

મુંબઈ– ગત સપ્તાહના અંતે દેશની પ્રમુખ 10માંથી 7 કંપનીઓના રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 87,966 કરોડ રૂપિયાનો વધારો થયો. હકીકતમાં ગત સપ્તાહે આ કંપનીઓની માર્કેટકેપમાં સંયુક્ત રીતે 87,966 કરોડ રૂપિયાનો વધારો થયો.

હિન્દૂસ્તાન યૂનિલીવર (HUL) અને HDFC  બેંકને સૌથી વધુ ફાયદો થયો. આ ઉપરાંત ટીસીએસ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેંક અને આઈસીઆઈસી બેંકની માર્કેટ વેલ્યુ વધી. જોકે રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝ, આઈટીસી અને ભારતીય સ્ટેટ બેંકને નુકસાન ભોગવવું પડ્યું હતું.

હિન્દૂસ્તાન યૂનિલીવરનું બજાર મુલ્યાંકન 22,145.92 કરોડ રૂપિયા વધીને 3,98,290.92 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. તો એચડીએફસી બેંકની માર્કેટકેપ 18,264.93 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 6,23,892.08 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

એચડીએફસીનું માર્કેટ કેપિટલાઈઝેશન 5,148.15 કરોડ રૂપિયાના વધારા સાથે 3,81,619.34 કરોડ રૂપિયા થયું. તો દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝની માર્કેટ કેપેસિટી 14,840.68 કરોડ રૂપિયાથી વધીને 8,42,635.51 કરોડ રૂપિયા થઈ ગઈ.

ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન 6,335.19 કરોડ રૂપિયાથી વધીને 3,39,372.78 કરોડ રૂપિયા થઈ ગયું. ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ વેલ્યુએશન 6,237.72 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 2,71,360.08 કરોડ રૂપિયા થઈ ગયું.

કોટક મહિન્દ્રા બેંકની માર્કેટકેપ 4,993.29 કરોડ રૂપિયા વધીને 4,92,866.47 કરોડ રૂપિયા થઈ.જોકે ભારતીય સ્ટેટ બેંકનું માર્કેટ વેલ્યૂએશન 15,261.1 કરોડ રૂપિયા ઘટીને 2,60,018.56 કરોડ રૂપિયા સુધી ઘટી ગયુ હતું.

મુખ્ય 10 કંપનીઓના રેન્કિંગમાં ટીસીએસ ટોચ પર રહી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીજા અને એચડીએફસી ત્રીજા સ્થાન પર યથાવત છે. ચોથા અને પાંચમાં ક્રમ પર ક્રમશ: હિન્દૂસ્તાન યૂનિલીવર અને એચડીએફસી છે. છઠ્ઠા ક્રમ પર આઈટીસી અને સાતમાં સ્થાન પર ઈન્ફોસિસ છે. અંતિમ ત્રણ સ્થાનો પર ક્રમશ: કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતીય સ્ટેટ બેંકનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]