નવી લેવાલીથી શેરબજારનો સેન્સેક્સ 294 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મજબૂતી રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ બ્લુચિપ શેરોમાં નવેસરથી લેવાલી આવી હતી. જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે અમેરિકન સ્ટોક માર્કેટ સ્ટેબલ થયા છે, આથી નવી વેચવાલીનો અભાવ હતો. આજે બેંક, ઓટો, ફાર્મા, મેટલ અને રીઅલ્ટી શેરોમાં ખરીદીથી માર્કેટને સપોર્ટ મળ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 294.71(0.87 ટકા) ઉછળી 34,300.47 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 84.80(0.81 ટકા) ઉછળી 10,539.75 બંધ થયો હતો.

આવતીકાલે મંગળવારે મહાશિવરાત્રિના દિવસે બીએસઈ અને એનએસઈ સત્તાવાર બંધ રહેશે. તેમ છતાં આજે નવી વેચવાલીનો અભાવ હતો. જાણકાર વર્તુળોએ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી કાઢી હતી, અને માર્કેટ સ્થિર થયું હતું. એકતરફી મંદીનો પ્રવાહ અટક્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. પરિણામે શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ સામાન્ય સુધર્યું હતું.

  • એફઆઈઆઈએ સાત ટ્રેડિંગ સેશનમાં કુલ રૂપિયા 3,800 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે.
  • એફઆઈઆઈએ જાન્યુઆરી મહિનામાં કુલ રૂપિયા 13,780 કરોડનું રોકાણ કર્યું હતું.
  • આજે મજબૂત બજારમાં પણ આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી ફરી વળી હતી, અને આઈટી અને ટેકનો ઈન્ડેક્સ માઈનસ હતા.
  • બેંક, ઓટો, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ધૂમ લેવાલીથી તેજી રહી હતી.
  • રોકડાના શેરોમાં મીડકેપ ઈન્ડેક્સ 217.55 પ્લસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 290.40 ઊચકાયો હતો.
  • જીએસએફસીનો ત્રીજા કવાર્ટરમાં રૂ.199.60 કરોડનો નફો નોંધાયો છે, જે 2017ના થર્ડ કવાર્ટરમાં રૂ.61.20 કરોડ હતો.
  • ઈન્ડિયન બેંકનો નફો 18.8 ટકા ઘટી રૂ.303.10 કરોડ રહ્યો હતો.
  • યુનાઈટેડ બેંકને ત્રીજા કવાર્ટરમાં રૂ.637 કરોડની ખોટ ગઈ છે. જ્યારે કુલ વ્યાજની આવક 3.6 ટકા ઘટી રૂ.348 કરોડ થઈ હતી.
  • કેડિલા હેલ્થના મોરૈયા પ્લાન્ટને યુએસ એફડીએએ ક્લિનચીટ આપી દીધી છે, જેથી કેડિલા હેલ્થના શેરમાં નવી લેવાલી આવી હતી.
  • લ્યુપિને અમિરેકામાં ફૂલની જેનેરિક દવા ટૈમીફ્લૂ લોન્ચ કરી છે. આ દવાનું અમેરિકામાં વાર્ષિક અંદાજે 51 કરોડ ડૉલરનું વેચાણ થાય છે.