જિઓને ટક્કર આપવા એરટેલે 93 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન મુક્યો

મુંબઈ- રીલાયન્સ જિઓએ રિપબ્લિક ડે ઓફરમાં 98 રૂપિયામાં 28 દિવસના ઘણા બધા ફાયદા આપ્યા હતા. જિઓનો આ પ્લાન સૌથી સસ્તો માસિક પ્લાન હતો. માર્કેટની હરિફાઈને જોતા એરટેલ હવે પ્રાઈઝ વૉરમાં ઉતર્યું છે. જિઓથી સૌથી સસ્તા પ્લાન સાથે જીઓને ટક્કર આપવા 93 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે.જીઓએ 98 રૂપિયાનો માસિક પ્લાન આપ્યો હતો, જ્યારે હવે એરટેલે રૂપિયા 93નો માસિક પ્લાન જાહેર કર્યો છે. જીઓએ અનલિમિટેડ લોકલ અને એસટીડી કૉલ્સ અને રોમિંગમાં પણ ફ્રી કૉલ્સ આપ્યા હતા. એરટેલે અનલિમિટેડ લોકલ, એસટીડી કોલ્સ(એક દિવસમાં વધુમાં વધુ 250 મિનીટ્સ, સપ્તાહમાં 1000 મિનીટ્સ) સાત દિવસમાં ગ્રાહકોને વધુમાં વધુ 100 કોલ્સ કરી શકે છે, તે પછી 10 પૈસાના દરે કૉલ ચાર્જ લાગુ થશે, પણ રોમિંગમાં કોલ્સ ફ્રી રહેશે.

જીઓએ દૈનિક 2 જીબી ડેટા આપશે, જ્યારે એરટેલ રોજનો 1 જીબી ડેટા આપશે. જીઓમાં 28 દિવસોમાં કુલ 300 એસએમએસ અને એરટેલમાં રોજના 100 એટલે કે કુલ 2800 એસએમએસ ફ્રી.