DHFL-પિરામલ કેસઃ ૬૩-મૂન્સની અપીલની સુનાવણી કરવા SCનો NCLATને આદેશ

નવી દિલ્હીઃ ડીએચએફએલ માટેના રિઝોલ્યુશન પ્લાન વિરુદ્ધ ૬૩ મૂન્સ ટેક્નોલોજીસે કરેલી અપીલની સુનાવણી બે મહિનાની અંદર કરવા માટે સર્વોચ્ચ અદાલતે એનક્લેટ (નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ – NCLAT)ને સોમવારે આદેશ આપ્યો છે.

પિરામલ ગ્રુપે સુપરત કરેલા રિઝોલ્યુશન પ્લાનની કાયદેસરતા વિશે સવાલ ઊભો કરનાર ૬૩ મૂન્સે એનક્લેટમાં અપીલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ડીએચએફએલના પ્રમોટરો તથા એમના સહયોગીઓ પાસેથી મળી શકનારી ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની રકમનો લાભ જેમને મળવો જોઈએ એમને બદલે પિરામલ ગ્રુપ લઈ જાય એવો એ પ્લાન છે.

એનક્લેટે એ અપીલ સંબંધે નોટિસ ઇસ્યૂ કરી હતી, પરંતુ રિઝોલ્યુશન પ્લાનનો અમલ અટકાવ્યો ન હતો. હવે સર્વોચ્ચ અદાલતે એનક્લેટને આ અપીલ સંબંધેની સુનાવણી સમયબદ્ધ રીતે પૂરી કરવાનું કહ્યું છે.