સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વિલફુલ ડિફોલ્ટર્સના નામ જાહેર કર્યાં, વાંચો પૂર્ણ વિગતો…

નવી દિલ્હીઃ SBI એ શુક્રવારે ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ, જ્વેલરી અને પાવર સેક્ટરની 10 મોટી કંપનીઓ અને તેના મુખ્ય અધિકારીઓના નામો જાહેક કરતાં તેમને વિલફુલ ડિફોલ્ટર તરીકે ઘોષિત કર્યા છે. આમાં મોટાભાગની કંપનીઓ મુંબઈની છે. SBIએ જણાવ્યું કે, આ ડિફોલ્ટર્સ પાસે બાકી લોનની રકમ લગભગ 1,500 કરોડ રૂપિયા છે અને તેને લોન ચૂકવવા માટે ઘણી વાર તાકીદ કરવામાં આવી છે.

કફે પરેડ સ્થિત સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ બ્રાન્ચ-1 દ્રારા જારી કરવામાં આવેલ જાહેર સૂચના અનુસાર, આ ડિફોલ્ટર્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સેક્ટરોની કંપનીઓ પણ સામેલ છે.

યાદીમાં સૌથી મોટા ડિફોલ્ટર્સ સ્પેનકો લિમિટેડ છે, જેની પાસે બાકી લોનની રકમ 3,47,30,46,322 રૂપિયા છે. કંપનીની ઓફિસ સિયોન સ્થિત ગોદરેજ કોલિસિયમમાં છે અને તેના બે ડિરોક્ટર કપિલ પુરી અને તેની પત્ની કવિતા પુરી તેની નજીક ચેમ્બુરમાં રહે છે.

બીજા ડિફોલ્ટર અંધેરી સ્થિત કેલિક્સ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ છે, જેની પાસે 3,27,81,97,772 રૂપિયા બાકી લોન છે. આના ડિરેક્ટર સ્મિતેશ સી શાહ, ભરત એસ મહેતા અને રજત આઈ દોશી છે અને તમામ મુંબઈના છે. રાયગઢ સ્થિત લોખંડ સ્ટીલ લિમિટેડ પાસે બાકી લોનની રકમ 2,87,30,52,225 રૂપિયા છે. આ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ જી પોદાર છે, જ્યારે ડિરેક્ટરોના નામ અંજૂ પોદાર (બન્ને મુંબઈના છે), મનીષ ઓ ગર્ગ અને સંજય બંસલ છે. બેન્કે આ સિવાય અન્ય ડિફોલ્ટર કંપનીઓ અને તેના ટોચના અધિકારીઓના નામ ઘોષિત કર્યા છે.