અમૃત કાળના સપ્તઋષિઃ નાણાપ્રધાનની બજેટમાંની સાત પ્રાથમિકતાઓ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણના પ્રારંભે સાત મહત્ત્વની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે સપ્તઋષિ આપણને અમૃત કાળ માટે ગાઇડ કરી રહ્યા છે. એ નાણાપ્રધાન નિર્મલા સીતારામનું આ પાંચમું કેન્દ્રીય બજેટ છે.નાણાપ્રધાને બજેટ ભાષણના પ્રારંભમાં કહ્યું હતું કે આ બજેટનું ધ્યાન રોજગારીનું સર્જન અને યુવાઓના જીવન સ્તરને સુધારવા પર હશે.

નાણાપ્રધાને બજેટમાં મૂકેલી સાત પ્રાથમિકતાઓ

  1. ગ્રીન ગ્રોથ
  2. યુવા શક્તિ
  3. સમાવેશી વિકાસ
  4. છેવાડાની વ્યક્તિ સુધી પહોંચ
  5. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડીરોકાણ
  6. ક્ષમતાઓને સામે લાવવી
  7. નાણાકીય ક્ષેત્ર

નાણાપ્રધાનને બજેટ 2023ને અમૃત કાળનું પહેલું બજેટ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિવિધ પ્રકારના પડકારો છતાં ભારતના અર્થતંત્ર યોગ્ય દિશાએ પર છે. તેમણે કહ્યું હતું કે સરકાર એક જાન્યુઆરી, 2023થી બધી અંત્યોદય અને પ્રાથમિકતાવાળા પરિવારોને અનાજનો સપ્લાય કરવા માટે એક યોજના લાવશે.

નાણાપ્રધાને કહ્યું હતું કે રૂ. 75,000 કરોડના ખર્ચથી છેલ્લા માઇલની કનેક્ટિવિટીને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે એમાં રૂ. 15,000 કરોડનું ખાનગી મૂડીરોકાણ સામેલ થશે. નાણાપ્રધાને બજેટમાં ઇન્ફ્રા માટે બજેટ ફાળવણી 33 ટકા વધારીને રૂ. 10 લાખ કરોડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ સ્કીમ પછી હવે સરકારે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશ આદિવાસી સમુદાયને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે એક નવા મિશન લોન્ચ કરશે.