મુંબઈઃ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા એવી હોલમાર્કવાળી ગોલ્ડ જ્વેલરી અને સોનાના દાગીનાઓના વેચાણ પર 31 માર્ચ, 2023 પછી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે જેમાં છ-આંકવાળો આલ્ફાન્યૂમેરિક હોલમાર્ક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર નહીં હોય.
ગ્રાહકોનાં હિતનું રક્ષણ કરવા અને હોલમાર્કવાળી ગોલ્ડ જ્વેલરીની ખરીદીમાં એમનો વિશ્વાસ વધે એવા ઉદ્દેશ્ય સાથે સરકારે આ નિર્ણય લીધો છે. આને લીધે ગોલ્ડ જ્વેલરીમાં ગુણવત્તા સુનિશ્ચિત થશે.