ફોક્સકોન બેંગલુરુમાં નવો પ્લાન્ટ સ્થાપશેઃ એક લાખ લોકોને રોજગાર

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરર હોન હાઇ ટેક્નોલોજી Foxconn બેંગલુરુના બહારના વિસ્તારમાં એક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી યુનિટ લગાવશે. કંપની મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી યુનિટ્સ લગાવવા માટે સંભવતઃ આશરે એક અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. ફોક્સકોન આ યુનિટમાં સંભવતઃ એપલ માટે iphone બનાવશે.

કર્ણાટક સરકારે એલાન કર્યું હતું કે બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક 300 એકરના પ્લોટ પર પ્લાન્ટ પર નિર્માણ કરવામાં આવશે. એનાથી આગામી 10 વર્ષમાં એક લાખ નોકરીઓ પેદા થશે.

સરકાર અને ફોક્સકોને આ સુવિધા પર આવનારા ખર્ચનો ખુલાસો નથી કર્યો, પણ આ પ્રોજેક્ટથી જાણકાર લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પર કંપની 50 કરોડ ડોલરથી માંડીને એક અબજ ડોલર સુધીનું મૂડીરોકાણ કરે એવી શક્યતા છે. આ મૂડીરોકાણનો ખર્ચ 2023થી 2027 સુધીના સમયગાળા માટે થશે. જોકે બંને પક્ષે એ માટે વિગતો આપી નથી કે એકમમાં કઈ પ્રોડક્ટ્સને બનાવવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એ વાત પર ઇશારો કર્યો હતો. આ સુવિધામાં બનનારાં ઉત્પાદનોમાં iphone પણ સામેલ હશે. ચંદ્રશેખરે કહ્યું હતું કર્ણાટકમાં 300 એકરની ફેક્ટરીમાં એપલના આઇફોનનું ઉત્પાદન થશે. ચંદ્રશેખરે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર અને કર્ણાટકની બી. બોમ્માઇના નેતૃત્વવાળી સરકાર મૂડીરોકાણ લાવવા અને નોકરીઓ પેદા કરવા માટે કામ કરી રહી છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]