એક્ઝિમ બેન્કે ઇન્ડિયા INXના IFSCમાં બોન્ડ્સ ઇશ્યુ લિસ્ટ કર્યો  

મુંબઈઃ ગિફ્ટ (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર) સિટીમાં આવેલા ઇન્ડિયા INXના ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં એક્ઝિમ બેન્કના સૌપ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષની મુદતનાં સસ્ટેનેબિલિટી બોન્ડના લિસ્ટિંગનો સમારંભ યોજાયો હતો, જેમાં ઇન્ડિયા INXનાં મેનેજિંગ ડિરેક્ટર હર્ષા બંગારી, એક્ઝિમ બેન્કના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરુણ શર્મા, નાણાં મંત્રાલયના ફાઇનાન્સિયલ સર્વિસિસ વિભાગના સેક્રેટરી ડો. વિવેક જોશી અને IFSC ઓથોરિટીના ચેરમેન ઇન્જેતી શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ઇન્ડિયા એક્ઝિમ બેન્કે 10 જાન્યુઆરી, 2023એ આ બોન્ડ્સ ઇશ્યુ કર્યો હતો.

લિસ્ટિંગ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ફાઇનાન્સ વિભાગના ડો. વિવેક જોશીએ કહ્યું હતું કે ગિફ્ટ-IFSC સરકારના આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સુસંગત છે અને તેના દ્વારા ભારત વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બનશે. ઇન્ડિયા એક્ઝિમના બોન્ડ્સના ઇશ્યુનું અહીં કરવામાં આવેલું લિસ્ટિંગ એ લક્ષ્યને હાંસલ કરવામાં ઇન્ડિયા INXની ભૂમિકા અને અમારી પ્રતિબદ્ધતાની સાબિતી છે.

IFSCના ચેરમેન ઈન્જેતી શ્રીનિવાસે કહ્યું કે ઇન્ડિયા એક્ઝિમ બેન્કનો સૌપ્રથમ સસ્ટેનેબલ બોન્ડ્સ ઇશ્યુ ઇન્ડિયા આઇએનએક્સ પર લિસ્ટ કરાયો એનો અમને આનંદ છે. એક્ઝિમ બેન્ક દ્વારા આ નાણાંનો વપરાશ અન્ય ઉપરાંત વિકાસશીલ દેશોમાંના ગ્રીન અને સોશિયલ પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે. આ રીતે વિશ્વના દક્ષિણ હિસ્સામાં સસ્ટેનેબલ ફાઇનાન્સમાં ભારતની ભૂમિકાના મજબૂત થશે. આ ઇશ્યુ IFSCના ગિફ્ટ IFSC મારફતે સસ્ટેનેબલ ફંડ્સ એકત્ર કરવાના હેતુને સુસંગત છે.

ઇન્ડિયા એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર હર્ષા બંગારીએ કહ્યું કે અમારા આ ઇશ્યુ દ્વારા ભારતીય ઇશ્યુઅરો માટે સસ્ટેનેબિલિટી બોન્ડ્સ દ્વારા ડેબ્ટ પ્રાપ્ત કરવાની બજાર ખુલ્લી મૂક્યાનો અમને આનંદ છે. આ ઇશ્યુ સસ્ટેબિલ ફાઇનાન્સ અને ભાગીદાર વિકાસશીલ રાષ્ટ્રો પ્રતિની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારાં બોન્ડ્સ માટે ઇન્ડિયા આઇએનએક્સ મુખ્ય પ્લેટફોર્મ છે. અમે સૌથી મોટા બોન્ડ્સ ઇશ્યુઅર છીએ એનો અમને ગર્વ છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]