છ-આંકવાળા યૂનિક ID નંબર વગરની હોલમાર્ક જ્વેલરીના વેચાણ પર 31 માર્ચ પછી પ્રતિબંધ

મુંબઈઃ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા એવી હોલમાર્કવાળી ગોલ્ડ જ્વેલરી અને સોનાના દાગીનાઓના વેચાણ પર 31 માર્ચ, 2023 પછી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે જેમાં છ-આંકવાળો આલ્ફાન્યૂમેરિક હોલમાર્ક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર નહીં હોય.

ગ્રાહકોનાં હિતનું રક્ષણ કરવા અને હોલમાર્કવાળી ગોલ્ડ જ્વેલરીની ખરીદીમાં એમનો વિશ્વાસ વધે એવા ઉદ્દેશ્ય સાથે સરકારે આ નિર્ણય લીધો છે. આને લીધે ગોલ્ડ જ્વેલરીમાં ગુણવત્તા સુનિશ્ચિત થશે.

ગ્રાહકો ‘BID CARE’ મોબાઈલ એપમાં “verify HUID” ઉપયોગ કરીને HUID નંબર સાથે હોલમાર્કવાળી ગોલ્ડ જ્વેલરીની ગુણવત્તાની અને સત્યતાની ચકાસણી કરી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]