RJILએ સ્પેક્ટ્રમના તમામ વિલંબિત લેણાં ચૂકવી દીધાં

મુંબઈ, 19 જાન્યુઆરી 2022: રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (“RJIL”), દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેણે ટેલિકોમ વિભાગને વર્ષ 2014, 2015, 2016ની હરાજીમાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમને લગતી સમગ્ર વિલંબિત જવાબદારીઓની અને ભારતી એરટેલ લિમિટેડના ઉપયોગના અધિકારના વ્યવહાર દ્વારા વર્ષ 2021માં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમની કુલ રૂ. 30,791 કરોડ (ઉપાર્જિત વ્યાજ સહિત) ચૂકવણી કરી દેવામાં આવી છે. કંપનીએ ઉક્ત હરાજી/ટ્રેડિંગમાં 585.3 MHz સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું હતું.

RJILએ વર્ષ 2016માં હરાજીમાં હસ્તગત કરાયેલા સ્પેક્ટ્રમને લગતા ઑક્ટોબર 2021ના મહિનામાં વર્ષગાંઠની તારીખે આગોતરી ચૂકવણીનો પ્રથમ હપ્તો ચૂકવ્યો હતો. ટેલિકોમ કંપનીઓને કોઈપણ તારીખે તેમની વિલંબિત સ્પેક્ટ્રમ જવાબદારીઓ પૂર્વચુકવણી કરવા માટે રાહત પૂરી પાડતા ડિસેમ્બર 2021ના મહિનામાં ટેલિકોમ વિભાગના નિર્ણય પછી, RJILએ હવે જાન્યુઆરી 2022 મહિનામાં તમામ જવાબદારીઓની આગોતરી ચકવણી કરી દીધી છે, સમગ્ર વિલંબિત જવાબદારીઓ વર્ષ 2014 અને 2015માં હરાજીમાં અને ત્યારબાદ ટ્રેડિંગ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

આ જવાબદારીઓની ચૂકવણી નાણાકીય વર્ષ 2022-23 થી 2034-2035 સુધીના વાર્ષિક હપ્તાઓમાં કરવાની હતી અને 7+ વર્ષના સરેરાશ અવશેષ સમયગાળા સાથે તેના પર 9.30% થી 10% પ્રતિ વર્ષનો વ્યાજ દર હતો.

કંપનીનો અંદાજ છે કે ઉપરોક્ત આગોતરી ચૂકવણીને પરિણામે વ્યાજના વર્તમાન દરો પ્રમાણે વાર્ષિક લગભગ રૂ. 1,200 કરોડ સુધીના વ્યાજ ખર્ચની બચત થશે.