રિલાયન્સ રિટેલે જસ્ટ ડાયલ પર અંકુશ મેળવ્યો

મુંબઈઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.એ હવે જસ્ટ ડાયલ લિ.નું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે. રિલાયન્સની ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલ પાસે પહેલી સપ્ટેમ્બર સુધી કંપનીનું 40.98 ટકા હિસ્સો છે. 20 જુલાઈએ રિલાયન્સે વીએસએસ મણિ પાસેથી શેરદીઠ રૂ. 1020ની કિંમતે જસ્ટ ડાયલના પ્રત્યેક રૂ. 10ના 1.31 કરોડ ઈક્વિટી શેરો હસ્તગત કર્યા છે, જેનું કુલ મૂલ્ય રૂ. 3497 કરોડ થાય છે.

આ હસ્તાતંરણ જસ્ટ ડાયલની પોસ્ટ-પ્રેફરેન્સિયલ ઇશ્યુની પેડ-અપ ઇક્વિટી શેરમૂડીના 15.63 ટકા છે. રિલાયન્સ રિટેલને જસ્ટ ડાયલે પહેલી સપ્ટેમ્બરે 2.12 કરોડ ઇક્વિટી શેરો શેરદીઠ રૂ. 1022.25ની કિંમતે ફાળવ્યા હતા.જસ્ટ ડાયલ એ મુખ્ય સ્થાનિક સર્ચ એન્જિન પ્લેટફોર્મ છે, જે ભારતમાં ઉપયોગકર્તાઓને વેબસાઇટ, એપ, ટેલિફોન ટેક્સ્ટ જેવા કેટલાંક પ્લેટફોર્મોના માધ્યમથી શોધ સંબંધી સેવાઓ આપે છે. 31 માર્ચ, 2021 સુધી જસ્ટ ડાયલની પાસે વેબ, મોબાઇલ, એપ વોઇસ પ્લેટફોર્મના માધ્યમથી 34 લાખ લિસ્ટિંગ હતું અને 12.91 લાખ ત્રિમાસિક ઉપયોગકર્તાઓ હતા.

કંપનીએ હાલમાં જ B2B માર્કેટપ્લસ, પ્લેટફોર્મ, જેડી માર્ટ લોન્ચ કર્યું છે, જેનો ઉદ્દેશ ભારતના લાખો ઉત્પાદકો, વિતરકો, જથ્થાબંધ અને રિટેલ વિક્રેતાઓને કોરોના પછીના યુગમાં ઇન્ટરનેટ માટે તૈયાર થવા, નવા ગ્રાહક પ્રાપ્ત કરવા પોતાનાં ઉત્પાદનોને ઓનલાઇન વેચવામાં સક્ષમ બનાવવાનું છે.  મંચથી વ્યવસાયોને ડિજિટલ ઉત્પાદન કેટલોગ પ્રદાન કરે છે, જેનો હેતુ ભારતના વેપારોને, ખાસ કરીને MSMEને બધી શ્રેણીઓમાં ડિજિટલ બનાવવાનું છે.