મુંબઈઃ દેશના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો 5Gનો સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરે એવી શક્યતા છે. કંપનીએ પહેલાં એલાન કર્યું હતું કે જિયો ફોન 5Gનો હેન્ડસેટ જુલાઈ,2022માં લોન્ચ કરે એવી ધારણા હતી. આ હેન્ડસેટને સ્નેપડ્રેગન 480+ SoCની સુવિધા આપવામાં આવી છે, જેને 4GB રેમ અને 32 GB ઇનબિલ્ટ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યો છે. જોકે જિયોએ અત્યાર સુધી હેન્ડસેટમાંના સ્પેસિફિકેશનની ઘોષણા નથી કરી.
કંપનીના સ્માર્ટફોનના મોડલ નંબર LS1654QB5ની સાથે એક ડિવાઇસને BIS ડેટાબેસ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ લિસ્ટિંગથી સ્માર્ટફોનના કોઈ પણ મુખ્ય સ્પેસિફિકેશન અથવા ડિટેલ્સ માલૂમ નથી પડતી. અહેવાલ મુજબ જિયો ફોન 5G તરીકે લોન્ચ થવાની અપેક્ષા છે.
જિયો ફોન 5Gને પહેલાં એન્ડ્રોઇડ 12 આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચલાવવા માટે માહિતી આપવામાં આવી હતી, જ્યારે 90Hz રિફ્રેશ રેટની સાથે 6.5- ઇંચ HD+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇસમાં સ્નેપડ્રેગન480+ SoC દ્વારા સમર્થિત કરી શકાય છે, જે સેમસંગ 4G LPDDR4X રેમ અને 32 GB ઇનબિલ્ટ સ્ટોરેજની સાથે છે. કથિત હેન્ડસેટમાં સિન્ટેટ NDP115 ઓલવેઝ-ઓન AI પ્રોસેસર હોવાની વાત પણ કહેવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં કેમેરાની વાત કરીએ તો એમાં ડ્યુઅલ રિયર કેમેરા મોડ્યુલ છે, જેમાં 13 મેગાપિક્સલના પ્રાથમિક સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. આ મોબાઇલમાં 5000mAh બેટરી હોવાની અપેક્ષા છે. કંપનીએ અપણ એનો બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કરવા માટે ગૂગલની સાથે મળીને કામ કરી રહી છે. આ ડિવાઇઝને LYEFના સહયોગથી ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે.