નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ શ્રીકાંત વેંકટચારીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા CFOની નિયુક્તિ કરી છે. એ સાથે રિલાયન્સના CFO આલોક અગ્રવાલને અંબાણીએ સલાહકાર તરીકે નિમણૂક કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા અંબાણીએ શ્રીકાંત વેંકટચારીને પહેલી જૂનથી નવી જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ શ્રીકાંત વેંકટચારીએ 14 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા. તેઓ કંપનીમાં હાલ સંયુક્ત CFO છે. તેઓ આલોક અગ્રવાલની જગ્યા લેશે.
65 વર્ષીય શ્રીકાંત વેન્કટચારી પર કંપનીની મોટી જવાબદારી હશે. શેરબજારમાં કંપનીના સતત ઘટતા માર્કેટ કેપની વચ્ચે કંપનીએ મોટો ફેરફાર કર્યો છે, કંપનીએ આ માહિતી શેરબજારને આ માહિતી આપી હતી. કંપનીએ તેમની નિમણૂક પર કહ્યું હતું કે શ્રીકાંત કંપનીના વિકાસ અને ભવિષ્યની યોજનાઓને આગળ ધપાવશે.
રિલાયન્સથી પહેલાં શ્રીકાંતે 20 વર્ષ સિટી ગ્રુપમાં કામ કર્યું છે, જ્યાં તેઓ ફોરેન્સિક ટ્રેડિંગના વડા હતા. શ્રીકાંતની પાસે માર્કેટ ઓપરેશન, પ્લાનિંગ વગેરેનો લાંબો અનુભવ છે.