Paytmએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂ. 473 કરોડની ખોટ નોંધાવી

નવી દિલ્હીઃ Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુકેશન્સ લિ.એ સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કપંનીએ રૂ. 4.74 અબજની ચોખ્ખી ખોટ નોંધાવી છે. ગયા વર્ષે કંપનીએ સમાનગાળામાં કંપનીને રૂ. 4.37 અબજની ખોટ હતી. જોકે કંપનીની આવક 49.7 ટકા વધીને રૂ. 1.13 અબજ થઈ હતી. કંપનીએ કહ્યું હતું કે કંપનીનો ખર્ચ રેશિયો 8.4 ટકા વધ્યો છે. આ કારણે ખોટમાં વધારો થયો છે. વન 97 કોમ્યુનિકેશન્સ લિ.એ લિસ્ટ થયા પછી પહેલી વાર નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપનીએ આક્રમક રીતે નાણાકીય સર્વિસિસનું વિસ્તરણ કર્યું છે. કંપનીનો બિઝનેસ અને ક્લાઉડ સર્વિસ પ્રી-કોવિડ સ્તરે હાંસલ કરવાની રાહમાં છે. Paytmમાં ચીનના એન્ટ ગ્રુપ અને સોફ્ટબેન્કનું મોટું મૂડીરોકાણ છે. કંપનીએ હાલમાં રૂ. 18,300 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. એ દેશનો સૌથી મોટો IPO હતો.

Paytmનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થયું હતું. વળી, Paytmના લિસ્ટિંગ પછી એના શેર 28 ટકા ઘટી ગયા હતા. જોકે નીચા મથાળેથી એન્કર રોકાણકારોએ લેવાલી કરીને તેમનો હિસ્સો વધારતાં કંપનીના શેરોમાં ઘટાડો અટક્યો હતો. હાલ આ શરે ઇશ્યુ પ્રાઇસથી 17 ટકા નીચે છે. જોકે ગુરુવારે Paytmના શેરોમાં સાત ટકાની રેલી જોવા મળી હતી અને સપ્તાહના અંતિમ દિવસે રૂ. 1765.60ના મથાળે બંધ આવ્યો હતો. જોકે હજી શેર ઇશ્યુ પ્રાઇસ રૂ. 2150થી હજી દૂર છે.