પેટીએમે મર્ચન્ટ ગ્રોથ 35 ટકા વધીને રૂ. 2.65 લાખ કરોડ નોંધાવ્યો

નવી દિલ્હીઃ મે, 2023માં પૂરા થતા બે મહિનાના સમયગાળામાં દેશની અગ્રણી પેમેન્ટ્સ અને નાણાકીય સર્વિસિસ કંપની પેટીએમે સોમવારે બિઝનેસ ઓપરેટિંગ અને કામગીરીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે પેટીએમ એપ પર નોંધપાત્ર ગ્રાહકોનો વધારો થયો હતો, જેમાં જેમાં કંપનીએ કન્ઝ્યુમર આધારિત નોંધપાત્ર ગ્રોથ નોંધાવ્યો હતો.  

મે, 2023એ પૂરા થતા બે મહિનામાં કંપનીએ કન્ઝ્યુમર આધારિત સરેરાશ મન્થલી ટ્રાન્ઝેક્શન યુઝર્સ (MTU) 9.2 કરોડનો ગ્રોથ દર્શાવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 24 ટકા જેટલો છે. આ સાથે ઓફલાઇન પેમેન્ટ્સમાં પણ તેની અગ્રેસરતા જાળવી રાખતાં QR પાયોનિયરે કહ્યું હતું કે કંપનીએ 75 લાખ ડિવાઇસ સાથે નવો લક્ષ્ય હાંસલ કર્યો છે, જેમાં મે મહિનામાં ચાર ડિવાઇસ (ગ્રાહકોનો)નો ઉમેરો થયો હતો. કંપનીએ કહ્યું હતું કે છેલ્લા થોડા ત્રિમાસિક ગાળામાં ચુકવણીના વોલ્યુમમાં સતત વધારો થયો છે., જે થકી નફાશક્તિમાં વધારો થયો છે. કંપનીના મર્ચન્ટ પેમેન્ટ વોલ્યમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

મે, 2023એ પૂરા થતા બે મહિનામાં મર્ચન્ટ પેમેન્ટના પ્લેટફોર્મના માધ્યમથી કુલ મર્ચન્ટ મર્ચન્ડાઇઝ વેલ્યુ (GMV) રૂ. 2.65 લાખ કરોડ 32.1 અબજ ડોલર) છે, જે વાર્ષિક ગ્રોથ 35 ટકા દર્શાવે છે. નાણાકીય વર્ષ 2023-24ના પહેલા બે મહિનામાં કંપની દ્વારા કુલ લોન વિતરણ રૂ. 9618 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષે સમાનગાળામાં આપવામાં આવેલા લોન રૂ. 3576ના વિતરણની તુલનાએ 169 ટકા વધુ છે, એમ કંપનીની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સે નિયામકીય યાદીમાં માહિતી આપી હતી.