અબજપતિ છે OYO કંપનીના માલિક રિતેશ અગ્રવાલ, માતા છે લગ્ન માટે પરેશાન…

નવી દિલ્હીઃ કહેવામાં આવે છે કે લક્ષ્ય અને લગન મજબૂત હોય તો તમારી મંજીલ તેને મળી જાય છે અને આ વાત પૂર્ણ રીતે સાબિત કરી છે ઓયો રુમ્સના સંસ્થાપક અને હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2018ના સૌથી યુવાન અબજપતિ રિતેશ અગ્રવાલે, માત્ર 24 વર્ષમાં 5 અબજ ડોલર એટલે કે 36 હજાર કરોડની કંપની ઉભી કરનારા રિતેશ કોઈ પરિચયના મહોતાજ નથી.

માત્ર 17 વર્ષની ઉંમરમાં અભ્યાસ છોડીને 2013માં ઓયો રુમ્સની સ્થાપના કરનારા રિતેશને ફોર્બ્સ ઈન્ડિયાએ પોતાના ‘Tycoons of tomorrow’ ના લિસ્ટમાં જગ્યા આપી છે, તાજેતરમાં રિતેશ અગ્રવાલે મીડિયાને આપેલી માહિતીમાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી. તેમને જ્યારે તેમના જીવન અને લગ્ન મામલે પ્રશ્ન કરવામાં આવ્યો તો, તેમણે હસતા-હસતા જવાબ આપ્યો કે મારી માં આ મામલે બહુ ચિંતિત છે કે મારી પાસે કોલેજની ડિગ્રી નથી. તેમને લાગે છે કે આનાથી લગ્ન માટે કન્યા શોધવામાં મુશ્કેલીઓ આવશે.
ઉલ્લેખનીય છે કે યુવાનો માટે એક ઉદાહરણ બની ગયેલા OYO ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલનો જન્મ 16 નવેમ્બરના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. રિતેશના પિતા infrastructure corporation સાથે મળીને કામ કરતા હતા અને તેમની માતા હાઉસ વાઈફ છે. હકીકતમાં રિતેશ માતા-પિતા ઈચ્છતા હતા કે તેઓ IIT માં એડમિશન લે અને એન્જિનિયર બને. રિતેશ પણ કોટા, રાજસ્થાનમાં રહીને IIT એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીઓમાં જોડાયેલા છે.  પરંતુ બાદમાં તેમણે દિલ્હીની ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ ફાઈનાન્સમાં એડમિશન લીધું હતું, પરંતુ પોતાની કંપની શરુ કરવા માટે તેમણે આ કોર્સ અધવચ્ચે જ છોડી દીધો હતો. ત્યારબાદ તેમણે 19 વર્ષની ઉંમરમાં એક વેબસાઈટ બનાવી, જેમાં તેઓ સસ્તી હોટલ્સ મામલે જાણકારી આપતા હતા, જેનું નામ તેમણે ઓરાવલ રાખ્યું પરંતુ વર્ષ 2013 માં તેમણે નામ બદલીને OYO Rooms કરી દીધું. આજે કંપની 230 શહેરોમાં 10 લાખ હોટલ રુમ્સની વ્યવસ્થા કરે છે. રિતેશને ઓયો રુમ્સ ખોલવાનો આઈડિયા ટીવીના રિમોટ કન્ટ્રોલથી આવ્યો હતો. તેમનું માનવું હતું કે જેવી રીતે ટીવીને રિમોટથી કન્ટ્રોલ કરી શકાય છે. આવું જ કંઈક હોટલ માટે પણ કરી શકાય છે, જેનાથી ઘરે બેઠા કસ્ટમરને હોટલ મળી શકે. આ જ આઈડિયાથી OYO Rooms ની શરુઆત થઈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]