આખી દુનિયામાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી, જાણો શું કરવું પડે છે કામ…

નવી દિલ્હીઃ એક સમય હતો કે જ્યારે નોકરીઓ માટે કેટલાક ગણતરીના ક્ષેત્રો જ હતા, જેમાં લોકો પોતાનું કરિયર બનાવવા મામલે વિચાર કરતા હતા, પરંતુ આજે સ્થિતી બદલાઈ છે અને ઉદારીકરણનો દોર આવ્યા બાદ નોકરીઓના ઘણા નવા ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક એવું પ્રોફેશન પણ છે કે, જેમાં દુનિયાભરમાં માત્ર 112 લોકો જ કામ કરે છે. આ પ્રોફેશન છે પાણીના ટેસ્ટિંગનું. જી હાં, જે પ્રકારે ફૂડ ટેસ્ટિંગ અથવા વાઈન ટેસ્ટિંગ હોય છે, તે પ્રકારે હવે પાણીના ટેસ્ટિંગનું પ્રોફેશન પણ સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે પાણીના ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે, જેમાં સામાન્ય, ફ્રૂટી, વુડી સહિતના ટેસ્ટ હોય છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભારતમાં આ પ્રોફેશનમાં માત્ર એક વ્યક્તિ છે, જેનું નામ છે ગણેશ ઐયર. ગણેશ ઐયર દેશના એકમાત્ર સર્ટિફાઈડ વોટર ટેસ્ટર છે. ગણેશે જણાવ્યું કે આવનારા 5-10 વર્ષોમાં પાણી ટેસ્ટિંગના સેક્ટરમાં ખૂબ મોટી ડિમાન્ડ વધશે. ગણેશ ઐયર અનુસાર, જ્યારે તે લોકોને જણાવે છે કે તેઓ એક વોટર ટેસ્ટર છે તો લોકો ખૂબ હસે છે, કારણ કે એતરફ આપણા દેશમાં પીવાના સ્વચ્છ પાણીની કમી છે, તો બીજી તરફ તેઓ એક વોટર ટેસ્ટર છે. ઐયરે જણાવ્યું કે આ સર્ટિફિકેટ મામલે તેમણે વર્ષ 2010 માં પહેલીવાર સાંભળ્યું હતું. ત્યારબાદ તેમણે જર્મનીના એક ઈન્સ્ટીટ્યૂટ Doemens Academy in Graefelfing, જર્મનીથી એક સર્ટિફિકેટ કોર્સ કર્યો.
ગણેશ ઐયર અનુસાર પાણીની અલગ-અલગ ઓળખ હોય છે અને તે પોતાની જાતે જ યૂનિક હોય છે. આના ફાયદા અને ટેસ્ટ અલગ હોય છે. ગણેશનું કહેવું છે કે આવનારા દિવસોમાં રેસ્ટોરન્ટ બિઝનેસ ક્ષેત્રમાં આ પ્રોફેશનનું ખૂબ મહત્વ હશે. ગણેશ ઐયર બેવરેજ કંપની Veen ના ભારત અને ભારતીય મહાદ્વિપના ઓપરેશન ડિરેક્ટર છે.