ઓમનીપોટેન્ટ ઇન્ડસ્ટ્રીઝ BSE-SME પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ

મુંબઈઃ ઓમનીપોટેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ૨૯મી નવેમ્બરના રોજ બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી. આ સાથે આ પ્લેટફોર્મ પર લિસ્ટ થનારી એ ૩૫૫મી કંપની બની છે.

ઓમનીપોટેન્ટે પ્રતિ શેર ૧૦ રૂપિયાની મૂળ કિંમતના કુલ ૩૦ લાખ ઈક્વિટી શેર વેચવા મૂક્યા હતા. તેનો વેચાણભાવ પ્રતિ શેર ૬૩ રૂપિયા રાખવામાં આવ્યો હતો. આમ, આ ઇસ્યૂ ૧૮.૯૦ કરોડ રૂપિયાનો હતો, જે ૨૨મી નવેમ્બરના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.

મુંબઈસ્થિત આ કંપની ડામર અને ડામર ધરાવતી પ્રૉડક્ટ્સના પુરવઠાનો બિઝનેસ કરે છે. આ જ ક્ષેત્રે એનું કન્સલ્ટન્સીનું પણ કામકાજ છે. મુંબઈની જ ઇન્વેન્ચર મર્ચન્ટ બૅન્કર સર્વિસીસ પ્રા. લિમિટેડે ઓમનીપોટેન્ટના ઇસ્યૂમાં લીડ મૅનેજર તરીકે કામગીરી બજાવી હતી.