બીએસઈ-એસએમઈ મંચ પર ઓલાટેક સોલ્યુશન્સ લિસ્ટ થઈ

મુંબઈ તા.29 ઓગસ્ટ, 2022: ઓલાટેક સોલ્યુશન્સ લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર તાજેતરમાં લિસ્ટ થયેલી 386મી કંપની છે. ઓલાટેક સોલ્યુશન્સે રૂ.10ની કિંમતના 7,00,000  ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.27ની કિંમતે ઓફર કરીને રૂ.1.89 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 19 ઓગસ્ટ, 2022ના રોજ સંપન્ન થયો હતો. 

ઓલાટેક સોલ્યુશન્સ મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ નવી મુંબઈ ખાતે આવેલી છે. કંપની ડેટા સેન્ટર, એન્ટરપ્રાઈઝ, ટેલિકોમ અને ઓએસએસ-બીએસએસ સેગમેન્ટમાં આઈટી સોફ્ટવેર સર્વિસીસનું કામકાજ કરે છે. કંપનીની સર્વિસીસમાંમ પોર્ટલ અને મોબાઈલ એપ ડેવલપમેન્ટ, નેટવર્ક સર્વિસીસ, સિસ્ટમ ઈન્ટિગ્રેશન, મેનેજ્ડ સર્વિસીસ, ક્લાઉડ અને ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ પરથી 150 કંપનીઓ વિકાસ પામીને મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 385 કંપનીઓએ મળીને રૂ.4,132.16 કરોડ બજારમાંથી એકત્ર કર્યા છે અને તેમનું માર્કેટ કેપિટલાઈઝેશન 26 ઓગસ્ટ, 2022ના રોજ રૂ.57,000 કરોડ રૂપિયા હતું. બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે આ ક્ષેત્રમાં માર્કેટ લીડર છે.