બોલ્ટપ્લસ ઓન વેબ™️ (BOW)-બ્રોકિંગ ટેકનોલોજીથી આવી રહેલા પરિવર્તન

મુંબઈઃ 19મી સદીના અંતે ફ્લોર પર ઊભા રહીને બૂમો પાડીને શરૂ થયેલા ટ્રેડિંગ એક્સચેન્જથી વર્ષ 2022માં T+1 ઇક્વિટી સેટલમેન્ટ વ્યવસ્થા તરફ અગ્રેસર થવાની પ્રક્રિયા શરૂ કરનાર ચીન પછી દુનિયાના ફક્ત બીજા દેશ બનવા સુધીની સફરમાં ભારતીય સ્ટોક એકસચેંજે લાંબી મજલ કાપી છે અને દુનિયામાં સૌથી મોટી માર્કેટ ઇકોસિસ્ટમ પૈકીની એક તરીકે બહાર આવ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના ચીફ બિઝનેસ ઓફિસર (CBO) સમીર પાટીલના જણાવ્યા મુજબ, બ્રોકરેજ ઉદ્યોગના આ મોટા પરિવર્તનમાં ટેકનોલોજી ચાવીરૂપ પરિબળ બન્યું છે. ટેકનોલોજીકલ પ્રગતિને કારણે સ્ટોક માર્કેટ ધનિક વ્યક્તિઓ સુધી મર્યાદિત રહ્યું નથી. સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સુવિધા ધરાવતી કોઈ પણ વ્યક્તિ તેમના ઘરમાંથી સુવિધાજનક રીતે ઓનલાઇન સ્ટોકની ખરીદી અને વેચાણ કરી શકે છે. એનાથી સ્ટોકમાં રોકાણ કરવાની પ્રક્રિયા સર્વસુલભ થઈ છે અને અર્થતંત્રની વૃદ્ધિમાં પ્રદાન કર્યું છે.

સમીર પાટીલ વધુમાં કહે છે, 1990ના દાયકાની મધ્યમમાં ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ શરૂ થયું હતું અને વર્ષ 2009માં ડાયરેક્ટ માર્કેટ એક્સેસ (ડીએમએ)ને કાયેદસર કરવાનો સેબીનો નિર્ણય – આ બંને ભારતીય સ્ટોક માર્કેટની પરિવર્તનકારક સફરમાં બે સૌથી વધુ મહત્વપૂર્ણ સીમાચિહ્નો છે. એનાથી ઇલેક્ટ્રોનિક અને ઓટોમેટેડ ટ્રેડિંગનો ઉપયોગ કરવા તથા મેન્યુઅલ ખામીઓ ઘટાડવા બ્રોકર્સ અને ક્લાયન્ટને સક્ષમ બનાવવા ટેકનોલોજી ઇનોવેશન માટેના દ્વાર વધુ ખુલી ગયા હતા.

સમય અને નાણાંની બચત

અત્યારે સ્ટોકબ્રોકર્સ રોકાણકારોનો સમય અને નાણાં બંને બચાવી શકે એવી વિવિધ સેવાઓ પૂરી પાડવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, તેઓ રિયલ-ટાઇમ ક્વોટ આપી શકે છે, તમને તમારા ઓર્ડર્સ ફિઝિકલી લોક-ઇન રાખવા તમારા બ્રોકર્સ પર નિર્ભર રહ્યાં વિના ઓનલાઇન ટ્રેડ ઓર્ડર કરવાની સુવિધા આપે છે તેમજ સંશોધન અને વિશ્લેષણના સાધનો પૂરાં પાડે છે. પ્રક્રિયાઓનું ઓટોમેશન, બજારની માહિતીમાં સુધારો, ક્લાયન્ટ સાથે શ્રેષ્ઠ સંચાર અને ક્લાયન્ટના ડેટાની વધારે સુરક્ષા – આ તમામ પરિબળોએ સ્ટોકબ્રોકરને વ્યવસાયના વર્તમાન પડકારોને ઝીલવામાં મદદ કરી છે. આધાર-આધારિત ઇ-કેવાયસીએ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ઝડપી, પેપરલેસ બનાવવા સુવિધા આપી છે અને યુપીઆઈએ બ્રોકરેજ એકાઉન્ટ્સને ફંડ હસ્તાંતરણ કરવાની પ્રક્રિયા વધારે ઝડપી બનાવી છે.

રિઅલ ટાઈમ સોલ્યુશન્સ

કોવિડ-19 દરમિયાન આ તમામ સિસ્ટમનું પરીક્ષણ થયું હતું તથા સ્ટોક એક્સચેન્જીસ અને તેમની ટ્રેડિંગ સિસ્ટમ્સે જબરદસ્ત ક્ષમતા અને વિશ્વસનિયતા પ્રદર્શિત કરી હતી. ઉદાહરણ તરીકે, બીએસઈએ ઓર્ડર રાઉટિંગ પ્લેટફોર્મ તરીકે એના તમામ સભ્યોને કેટલાંક બ્રોકિંગ ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાન કર્યા હતા. બોલ્ટપ્લસ ઓન વેબ™️ (BOW) બીએસઈ ટેક ઇન્ફ્રા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રદાન થયેલું પાવરફૂલ રિયલ-ટાઇમ ટ્રેડિંગ સોલ્યુશન છે. ઘરેથી કામ કરતાં ઘણા ટ્રેડિંગ સભ્યોએ સંપૂર્ણપણે સરળતાપૂર્વક કામ કર્યું હતું, જે મટે સિસ્ટમની ઉત્કૃષ્ટ ડિઝાઇન, કામગીરી વધારવાની ક્ષમતા, સરળ યુઝર ઇન્ટરફેસ, મર્યાદિત માળખાગત સુવિધા સાથે સરળ સુલભતા અને બીએસઇનો ટેકો જેવા પરિબળો જવાબદાર હતા.

પોતાની ઇકોસિસ્ટમના ભાગરૂપે બીએસઈએ એના પ્લેટફોર્મ પર 11 કરોડથી વધારે રોકાણકારો માટે ટ્રેડિંગને સક્ષમ બનાવવા 100,000થી વધારે શાખાઓ સાથે 1,300+ બ્રોકરને સક્ષમ બનાવ્યાં છે. મોટી સંખ્યામાં વ્યવહારોના વોલ્યુમ માટે સરળ, ખામીમુક્ત કામગીરીની જરૂર છે. BOW પ્લેટફોર્મ યુઝરને રિયલ-ટાઇમમાં બજારની કિંમતો જોવા અને વિવિધ એક્સચેન્જ (BSE, NSE, MCX અને NCDEX) પર તાત્કાલિક રિયલ-ટાઇમ પ્રાઇસ સ્ટ્રીમિંગ, સિંગલ વિન્ડોમાંથી જોખમના વ્યવસ્થાપન સાથે ઓર્ડર એક્ઝિક્યુટ કરવાની સુવિધા આપે છે,

BOW સેવાઓ સુનિશ્ચિત કરે છે કે, તમામ સભ્યો, ખાસ કરીને નાની-સાઇઝ ધરાવતા સભ્યો, જોડાયેલા રહ્યાં હતાં અને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના અદ્યતન ટેકનોલોજી સાથે સરળતાપૂર્વક ટ્રેડિંગ કરતાં હતાં. આ સભ્યોને તેમના વ્યવસાયની વિસ્તરણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવા સક્ષમ બનાવે છે, જેમને BOW પાસેથી ટેકનિકલ સપોર્ટની ખાતરી છે. આગળ જતાં બીએસઈ BOW મારફતે વ્યવસાયને જાળવી રાખવા માટે ટ્રેડિંગ સભ્યોને મદદ આપતું રહેશે.

BOW પ્લેટફોર્મ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રીસિપ્ટ (ઇજીઆર)માં ટ્રેડિંગ ઓફર કરવા બીએસઇને સક્ષમ પણ બનાવશે, જેની ભારતીય નિયમનકારોએ ટ્રેડિંગ માટે છૂટ આપી છે. EGRs“ફંજિબલ અને વોલ્ટ મેનેજર્સ વચ્ચે આંતરકાર્યક્ષમ છે. BOW પ્લેટફોર્મ સાધારણ ભારતીયોને ગોલ્ડમાં સરળતાપૂર્વક વ્યવહાર કરવા અને રોકાણ કરવા સક્ષમ બનાવશે.

ઈનોવેશન પર વધુ ધ્યાન

આ ઇનોવેશનની સતત ચાલતી પ્રક્રિયા છે, કારણ કે બીએસઇ સમજે છે કે ટ્રેડિંગ સોલ્યુશન માટે એક મહત્વપૂર્ણ પરિબળ શ્રેષ્ઠ કાર્યદક્ષતા,અમલીકરણની ઝડપ અને ખર્ચમાં ઘટાડા સાથે સંયુક્તપણે વ્યવસાયમાં નવીનતા પ્રદાન કરશે. બીએસઇમાં અમે એક સદીથી વધારે જૂની સંસ્થા હાલના વ્યવસાયિક પડકારોને ટેકનોલોજી ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને કેવી રીતે ઝીલી શકાય એનું ઉદાહરણ સ્થાપિત કરવામાં માને છે. બીએસઈ બજારની જરૂરિયાતો પર આધારિત BOW વધારવાની તથા ઝડપ, ક્ષમતા અને ફ્લેક્સિબિલિટી સાથે સંબંધિત નવીનતા વધારવાની યોજના ધરાવે છે – આ ક્ષમતા વધેલા વોલ્યુમ, લેટન્સીમાં ઘટાડો કરવાની ઝડપમાં વધારો અને તમામ એસેટ અને તમામ બજારોમાં સંકલિત ટ્રેડિંગ કરવા સક્ષમ બનાવશે.