મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ભારતીય ઉદ્યોગનાં વિવિધ ક્ષેત્રો પર ધ્યાન સાથે ખાસ તૈયાર કરાયેલી તેની પ્રથમ વર્કશોપ પૂરી થવાની જાહેરાત કરી છે. આ ઇવેન્ટ્સ બે અલગ-અલગ સ્થળે બે દિવસમાં યોજવામાં આવી હતી. પહેલી મુંબઈમાં 3 એપ્રિલ, 2024એ અને બીજી નવી દિલ્હીમાં 5 એપ્રિલ, 2024એ. આ વર્કશોપ સમગ્ર દિવસ લાંબી ચાલેલી આ ‘Deep Dive in Green, Social, and Sustainability (GSS) Bonds Issuance Process’ ટાઇટલ હેઠળની વર્કશોપ્સ IFC REGIO ટેક્નિકલ આસિસ્ટન્સ ફેસિલિટી હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC), એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ દ્વારા સ્પોન્સર્ડ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ (CBI) સાથે સંયુક્ત પ્રયાસો થકી યોજવામાં આવી હતી.
જીએસએસ બોન્ડ્સના મહત્વના ક્ષેત્રની આસપાસની ચર્ચાને પ્રોત્સાહન આપવા તથા જ્ઞાન વધારવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ભારતમાં ક્લાયમેટ ફાઇનાન્સિંગ ગેપને પૂરવા માટે મહત્વનું પગલું દર્શાવે છે. તેણે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના હેતુથી નવીનતમ ફાઇનાન્શિયલ મિકેનિઝમ શોધવા, ઇનસાઇટ શેર કરવા અને ચર્ચાઓ કરવા માટે વિવિધ સેક્ટર્સના હિસ્સેદારો માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
આ ટ્રેનિંગમાં ફાઇનાન્સ, રિયલ સેક્ટર અને વિવિધ અન્ય ઉદ્યોગોના સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમણે જીએસએસ બોન્ડ ઇશ્યુ કરવાની કામગીરીની જાણકારી મેળવી હતી. ફાઇનાન્સ અને ટકાઉપણા અંગે નિષ્ણાતોની આગેવાની હેઠળના સેશન્સમાં લેબલ્ડ બોન્ડ યુનિવર્સ, લેબલ્ડ બોન્ડ પ્રી અને પોસ્ટ ઇશ્યુઅન્સ પ્રોસેસ તથા જીએસએસ બોન્ડ ઇશ્યુ કરવા માટે જે-તે દેશ સંબંધિત પરિપ્રેક્ષ્ય જેવા વિષયોની ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી.
ભારતના ટકાઉપણા એજન્ડાને આગળ વધારવા માટે જીએસએસ બોન્ડ્સના મહત્વ પર ભાર મૂકતાં આ ટ્રેનિંગમાં ફાઇનાન્સિંગમાં નવીનતમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંસાધનો શોધવાની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. કેસ સ્ટડીઝ અને ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ દ્વારા સહભાગીઓએ થિમેટિક બોન્ડ ઇશ્યુ કરવાના ક્ષેત્રે આગળ કેવી રીતે વધવું અને ટકાઉ ફાઇનાન્સમાં ઊભરતી તકોનો લાભ કેવી રીતે લેવો તેના અંગે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું હતું. NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે આ નિર્ણાયક ક્ષણે અમે ટકાઉપણા-કેન્દ્રિત નાણાકીય ક્રાંતિની ક્ષિતિજે ઊભા છીએ ત્યારે GSS બોન્ડ્સ પરની અમારી વર્કશોપ ભારતની આબોહવા ફાઇનાન્સિંગ અંતરને પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. IFC, CBI, એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ જેવા પ્રતિષ્ઠિત ભાગીદારો સાથે મળીને આ પહેલ એક ટ્રેનિંગ પ્રોગ્રામ કરતાં સવિશેષ છે. એનએસઈ ટકાઉ રોકાણ અને ફાઇનાન્સિંગ સોલ્યુશન્સમાં આગળ વધવાનું ચાલુ રાખે છે ત્યારે આ ટ્રેનિંગ પ્રોગ્રામ માહિતગાર અને સશક્ત નાણાકીય સમુદાયને પ્રોત્સાહન આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે, જે ક્લાયમેટ ચેન્જના પડકારોને નાથવા માટે તથા સામાજિક અને પર્યાવરણીય પરિણામો લાવવા માટે તૈયાર છે.