એનએસઈ, બીએસઈએ દ્વારા લિસ્ટેડ કંપનીઓના સમાન-વર્ગીકરણની જાહેરાત

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડની ગ્રુપ કંપની એનએસઈ ઈન્ડાયસીસ લિમિટેડ અને બીએસઈ દ્વારા એનએસઈ અને બીએસઈમાં લિસ્ટેડ અને ટ્રેડ થતી સ્ક્રિપ્સના સમાન વર્ગીકરણ માટેના માળખાની જાહેરાત સંયુક્તપણે જાહેરાત કરવામાં આવી છે.

જે સમાન માળખાને તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં 12 મેક્રો ઈકોનોમિક સેક્ટર, 22 સેક્ટર, 58 ઉદ્યોગો અને 200 બેઝિક ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ વર્ગીકરણ 31 માર્ચ, 2022થી અમલમાં આવશે. ઉદ્યોગના વર્ગીકરણ માળખા સંબંધિત વિગતવાર માહિતી અને માર્ગદર્શિકા એનએસઈ અને બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એનએસઈ અને બીએસઈએ વિવિધ ક્ષેત્રોની કંપનીઓના વર્ગીકરણની સંયુક્તપણે કરેલી જાહેરાત બજારને સુમેળપૂર્ણ બનાવશે અને તેથી મૂડીબજારની બધી ઈન્ટરમીડિયેટ્સ સમાન રીતે કંપનીઓને ઓળખી શકશે.