મુંબઈઃ BSE સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પર બુધવારે નવમી કંપની નિક્સ ટેક્નોલોજી લિમિટેડ લિસ્ટ થઈ હતી. નિક્સ ટેક્નોલોજી લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 1,00,200 ઈક્વિટી શેર્સ રૂ.201ના ભાવે ઓફર કરી રૂ.201.40 લાખ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 23 માર્ચ, 2021ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.
નિક્સ ટેક્નોલોજી લિ. બિહારના પટના ખાતે રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. કંપની સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને શૈક્ષણિક સેવાઓ પૂરી પાડે છે.
BSE સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ પર લિસ્ટેડ નવ કંપનીઓ દ્વારા બજારમાંથી રૂ.33.5 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 30 માર્ચ, 2021ના રોજ રૂ.90.93 ટકા રહ્યું હતું. બીએસઈ આ બજારનો સો ટકા હિસ્સો ધરાવે છે.