આવતા વર્ષે આ ક્ષેત્રોમાં થશે બમ્પર ભરતી, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ આઈટી ક્ષેત્રમાં કામ કરતા, નોકરી શોધતા અથવા અત્યારે આઈટી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા લોકો માટે ખુશખબર આવી છે. 15 વર્ષ બાદ આઈટી ક્ષેત્રમાં જંગી ભરતી થઈ શકે છે. આગામી વર્ષે એટલે કે 2019માં આઈટી, ઓટોમેટિવ, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે જંગી પ્રમાણમાં ભરતી થવાની શક્યતાઓ છે.

ઈન્ડિયા સ્કિલ રિપોર્ટ અનુસાર, 64 ટકા એમ્પ્લોયરે પોઝિટિવ આઉટલૂક આપ્યું છે તો 20 ટકા લોકોએ જણાવ્યું કે આગામી વર્ષે અમે અમુક સંખ્યામાં લોકોની ભરતી કરીશું.ફક્ત અમુક આંગળીના ટેવા ગણી શકાય એવા લોકોએ નેગેટિવ આઉટ લુક આપ્યુ છે. આગામી વર્ષે ફ્રેર્શની જંગી પ્રમાણમાં રોજગારી આપવામાં આવી શકે છે. ફ્રેર્સની ભરતીમાં ૧પ ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે જ્યારે ર૦૧૭માં ૭ ટકા વૃદ્ધિ થવાની શક્યતા છે. રિપોર્ટના અનુસાર, ર૦૧૦-૧૧માં વોલ્યુમની ર્દષ્ટી હયરિંગની પ્રક્રિયામાં ઘટાડો થયો હતો તે પછી છેલ્લા બેથી ત્રણ વર્ષમાં રોજગારીની સ્થિતિમાં સુધારો થયો છે.20 ટકાએ જણાવ્યું કે અમે આવતા વર્ષે પણ 2018ની બરાબર જ નિયુક્તિઓ કરીશું. તો બહુ થોડી સંખ્યામાં એમ્પ્લોયરે માન્યું કે તેઓ આવતા વર્ષે ઓછી સંખ્યામાં નોકરિઓ આપીશું. રિપોર્ટમાં કહેવાયું છે કે આગામી વર્ષમાં નવી નોકરીઓ આપવાની ઈચ્છા બેગણા થી પણ વધારે એટલે 15 ટકા થઈ ગઈ છે. 2017માં આ ઈચ્છા માત્ર સાત ટકા હતી.

રિપોર્ટમાં કહેવાયું છે કે આવતા વર્ષે નવી નિયુક્તિઓનું સ્તર 2010-11ની બરાબર નહી પહોંચી શકે પરંતુ ગત બે-ત્રણ વર્ષની તુલનામાં સારુ હશે.

સર્વેથી જાણવા મળ્યુ કે, ચાલુ વર્ષે મહિલા કર્મચારીની ભરતીમાં ૪૬ ટકાની વૃદ્ધિ થઈ છે જ્યારે ગત વર્ષે મહિલા કર્મચારીની ભરતીમાં ૩૮ ટકાની વૃદ્ધિ થઈ છે. બીજી બાજુ પુરૃષ કર્મચારીની ભરતીમાં ફક્ત ૪૮ ટકાની વૃદ્ધિ થઈ છે જ્યારે અગાઉના વર્ષે ૪૭ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. અભ્યાસના અનુસાર, આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાલ અને દિલ્હી ખાતે સૌથી વધારે રોજગારીની તકનું સર્જન થવાની શક્યતા છે.