ફોનની જેમ દેશમાં જ બનશે ફ્રીજ અને વોશિંગ મશીન, 6500 કરોડનું થશે રોકાણ

નવી દિલ્હીઃ હવે જલદી જ સરકારના મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ફ્રીજ, એસી, વોશિંગ મશીન પણ બનશે. આ ઉત્પાદનોના ઈમ્પોર્ટમાં એક્સાઈઝ ડ્યૂટી વધ્યા બાદ મેન્યુફેક્ચરર્સ મેક ઈન ઈન્ડિયા સાથે જોડાવા માટે તૈયાર છે. આ સેક્ટરમાં વર્ષ 6500 કરોડ રુપિયાનું રોકાણ કરી શકાશે. ત્યારબાદ વધારે રોકાણ થશે. આનાથી ન માત્ર આ ઉત્પાદનો જ સસ્તાં થશે પરંતુ દેશમાં રોજગારને પણ વેગ પ્રાપ્ત થશે.

30 હજાર કરોડની અપ્લાયન્સ ઈન્ડસ્ટ્રીમાં લોકલ સ્તર પર એન્ટ્રી-ટુ-મિડ સેગમેન્ટ પ્રોડક્ટ બને છે જ્યારે પ્રીમિયમ મોડલ અને હીટ એક્સચેન્જ કોઈલ અને કમ્પ્રેસર જેવા ક્રિટિકલ કમ્પોનેન્ટ માટે આયાત પર નિર્ભર થવું પડે છે. એસી માટે 50 ટકાથી વધારે કમ્પોનેન્ટ ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આ ઈન્ડસ્ટ્રી 7-8 ટકાના દરથી વધી રહી છે.

સપ્ટેમ્બરમાં સરકારે વ્હાઈટ ગુડ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી હતી. બીન જરુરી આયાતને રોકવા માટે સરકારે રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને એસી પર કસ્ટમ ડ્યૂટી બેગણી કરીને 20 ટકા કરી દીધી હતી. તો આ સાથે જ એસી અને ફ્રીજના કમ્પ્રેસર પર શુલ્ક 7.5 ટકાથી વધારીને 10 ટકા કરી દેવામાં આવી હતી. આને લઈને ઈમ્પોર્ટેડ અપ્લાયન્સીઝના ભાવમાં 10 ટકાનો વધારો થયો હતો.

ગત વર્ષે ડિસેમ્બરમાં સરકારે ટેલીવિઝન અને સ્માર્ટફોન પર ઈમ્પોર્ટ ડ્યૂટી 20 ટકા વધારી દીધી હતી. આ વર્ષે ટીવી અને સ્માર્ટફોનના કમ્પોનેન્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી. આને લઈને ટીવી અને સ્માર્ટફોન કંપનિઓએ દેશમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં રોકાણ કર્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]