નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ખાદી પ્રાકૃતિકને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રીય રોડ પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ પોતાને ખાદી પ્રાકૃતિક પેઇન્ટના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ ઘોષિત કર્યા છે. તેઓ આ પેઇન્ટને સંપૂર્ણ દેશમાં પ્રોત્સાહન આપશે, જેથી યુવા ઉદ્યોગ સાહસિકોને ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવા માટે પ્રોત્સાહન આપી શકાય, એમ તેમણે કહ્યું હતું. નીતિન ગડકરીએ જયપુર સ્થિત ખાદી પ્રાકૃતિક પેઇન્ટના નવા ઓટોમેટિક પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ટેક્નોલોજીમાં આવી રહેલા ફેરફારો અને એનાથી વધતી સુવિધાઓની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે એ દેશમાં ગ્રામીણ અને કૃષિ આધારિત અર્થતંત્રને મજબૂત કરવા એક લાંબો રસ્તો નક્કી કરશે.
નીતિન ગડકરીએ 1000 લિટર ખાદી પ્રાકૃતિક પેઇન્ટ સપ્લાય (500-500 લિટર ડિસ્ટેન્પર અને ઇમલ્શન)નો આદેશ પણ આપ્યો હતો, જેનો તેઓ નાગપુરમાં પોતાના ઘરમાં ઉપયોગ કરવા ઇચ્છે છે. નવો પ્લાન્ટ કુમારપ્પા રાષ્ટ્રીય હસ્ત નિર્મિત કાગજ સંસ્થા (KNHPI), જયપુરના કેમ્પસમાં લગાવવામાં આવશે, જે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)ની એક પાંખ છે. આ પહેલાં પ્રાકૃતિક પેઇન્ટનું નિર્માણ પ્રોટોટાઇપ યોજના પર મેન્યુઅલી રૂપે કરવામાં આવી રહ્યું હતું. નવો પ્લાન્ટ ચાલુ થવાથી પ્રાકૃતિક પેઇન્ટની ઉત્પાદન ક્ષમતા બે ગણી થઈ જશે. હવે પ્રાકૃતિક પેઇન્ટ પ્રતિ દિવસે ઉત્પાદન 500 લિટર છે, જે વધારીને પ્રતિદિન 1000 લિટર કરવામાં આવશે.એનાથી છાણની માગ વધશે અને ખેડૂતો છાણના સપ્લાય કમાણી કરી શકે છે. આ પેઇન્ટને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે પણ પ્રમાણિત કરી છે. એમાં અલગ-અલગ કેટેગરી છે. જે ગાયના ડંગ પેઇન્ટ એટલે કે ગાયના છાણમાંથી મળેલા પેઇન્ટ જે એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને ઇકોફ્રેન્ડલી પેઇન્ટ છે. આ પેઇન્ટને બે પ્રકારમાં મળશે. પહેલા પ્રાકૃતિક પેઇન્ટ અને બીજા ડિસ્ટેમ્પર પેઇન્ટ અને પ્લાસ્ટિક ઇમ્યુનેશન પેઇન્ટ.
ખાદી ગ્રામોદ્યોગ કહે છે કે આનાથી સ્થાનિક ખેડૂતોને આવક થશે. કોઈ પણ ખેડૂત એક પશુથી રૂ. 30,000ની કમાણી કરી શકશે. આ સાથે ગૌશાળાઓમાં એનાથી મોટી સહાય થશે.
ગ્રામીણ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર હાલ રૂ. 80,000 કરોડ છે, જેને સરકાર પાંચ લાખ કરોડે લઈ જવા ઇચ્છે છે. આત્મનિર્ભર ભારત માટે સરકારનો આ મૂળ મંત્ર છે. એમાં ખાદીની મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.