સરકારી કંપનીઓની સંપત્તિ વેચી શકે છે મોદી સરકાર, આ છે કારણ…

નવી દિલ્હીઃ મોદી સરકાર સરકારી કંપનીઓની સંપત્તિઓને વેચી શકે છે. નાણાં મંત્રાલયે કેન્દ્રીય લોક ઉપક્રમોથી એવી સંપત્તિઓની યાદી જલદીથી જલદી તૈયાર કરવા જણાવ્યું છે કે જેને વેચી શકાય છે. તો આ સાથે જ આના માટે સંભવિત રોકાણકારો તેમજ બોલી લગાવનારાઓ સાથે વાત કરવા જણાવવામાં આવ્યું છે.  એક અધિકારીએ જણાવ્યું કે એવા સીપીએસઈ પાસે એસપીવી માટે અને નોન મેજર એસેટ્સના વેચાણથી પ્રાપ્ત થનારા લાભને એક એસ્ક્રો ખાતામાં સ્થાનાંતરિત કરવાનો વિકલ્પ હશે.

ફેબ્રુઆરીમાં પ્રધાન મંડળના નિર્ણય બાદ રોકાણ અને સાર્વજનિક પરિસંપત્તિ પ્રબંધન વિભાગે આ સપ્તાહની શરુઆતમાં સીપીએસઈની નોન મેજર એસેટ્સને મૌદ્રીકરણ અને શત્રુ સંપત્તિઓના મૌદ્રીકરણ માટે દિશા-નિર્દેશ આપ્યા હતા. દિશા નિર્દેશો અનુસાર, નાણા પ્રધાનની આગેવાની વાળા મંત્રીઓની સમિતિ દ્વારા શિનાખ્ત કરવામાં આવેલી નોન મેજર એસેટ્સના મોનિટાઈઝેશન કરવા માટે 12 મહિનાનો સમય હશે, જેમાં નિષ્ફળ રહેવા હોવા પર નાણા મંત્રાલય સીપીએસઈને બજેટિય વહેંચણી રોકાઈ શકે છે. સીપીએસઈની નોન મેજર પરિસંપત્તિઓના વેચાણના માધ્યમથી પ્રાપ્ત રકમ ઈન્વેસમેન્ટનો ભાગ બનશે.

સરકારે પહેલાંથી જ રણનૈતિક વેચાણ માટે આશરે 35 સીપીએસઈની ઓળખ કરી છે. આમાં એર ઈન્ડિયા, પવન હંસ, બીઈએમએલ, સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પંપ કંપ્રેશર્સ, જેવી કંપનીઓ શામિલ છે. જે અન્ય સીપીએસઈના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે, તેમાં હિંદુસ્તાન ફ્લોરોકાર્બન, હિંદુસ્તાન ન્યૂઝપ્રિન્ટ, એસએલએલ લાઈફ કેર, સેન્ટ્ર ઈલેક્ટ્રોનિક્સ, બ્રિજ એન્ડ રુફ ઈન્ડિયા, એનએમડીસીની નાગરનાર ઈસ્પાત સંયંત્ર અને સીમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને આઈટીડીસીના યુનિટ્સનો સમાવેશ થાય છે.

ચાર સહાયક કંપનીઓ- એર ઈન્ડિયા એર ટ્રાંસપોર્ટ સર્વિસીઝ, એરલાઈન અલાઈડ સર્વિસીઝ, એઆઈઈએસએલ, અને એચસીઆઈની વેચાણથી પ્રાપ્ત આવકને પણ એઆઈએએચએલને હ્સ્તાંતરિત કરવામાં આવશે. આ સિવાય નોન કોર એસેટ્સ-પેંટિંગ અને કલાકૃતિઓ સાથે જ રાષ્ટ્રીય વિમાનન કંપનીની અન્ય ગૈર-પરિચાલન વાળી સંપત્તિઓને પણ એસપીવીને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં સીપીએસઈ વિનિવેશ દ્વારા 90,000 કરોડ રુપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ગત નાણાકીય વર્ષમાં 85,000 કરોડ રુપિયા હતું.