મુંબઈઃ મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ કહ્યું છે કે અલ્ટો K10, બ્રેઝા અને બલેનો જેવા મોડેલની 17,362 કારને તેણે ચકાસણી માટે પાછી મગાવી છે અને ખામીવાળા એરબેગ કન્ટ્રોલ મફતમાં બદલીને તે ગ્રાહકોને પાછી આપી દેશે.
દેશની આ સૌથી મોટી કારઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે 2022ની 8 ડિસેમ્બર અને 2023ની 12 જાન્યુઆરી વચ્ચેના સમયગાળામાં બનાવવામાં આવેલી અલ્ટો K10, S-Presso, Eeco, બ્રેઝા, બલેનો અને ગ્રેન્ડ વિતારા મોડેલની કારોના એરબેગ કન્ટ્રોલરમાં ખામી હોવાનું માલૂમ પડ્યું છે.