BSE-SME પ્લેટફોર્મ પર જેટમોલ સ્પાઈસીસ એન્ડ મસાલા લિસ્ટેડ

મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર 337મી કંપની જેટમોલ સ્પાઈસીસ એન્ડ મસાલા લિમિટેડ લિસ્ટ થઈ છે. જેટમોલ સ્પાઈસીસ એન્ડ મસાલા લિ.એ રૂ.10ની કિંમતના 24.90 લાખ ઈક્વિટી શેર્સ રૂ.20ના ભાવે ઓફર કરી રૂ.4.58 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 7 એપ્રિલ, 2021ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

જેટમોલ સ્પાઈસીસ એન્ડ મસાલા લિમિટેડ તામિલનાડુના ચેન્નઈ સ્થિત કંપની છે, જે તેજાના, મસાલા અને ડ્રાયફ્રુટનું ટ્રેડિંગ અને સપ્લાય કરે છે. કંપનીના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર મુંબઈ સ્થિત માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ લિ. હતી.

અત્યાર સુધીમાં BSE SME પ્લેટફોર્મ પરથી 98 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 336 કંપનીઓએ બજારમાંથી રૂ.3492.54 કરોડ એકત્ર કર્યા છે અને આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજની તારીખે રૂ.22,259.79 કરોડ છે. BSE આ સેગમેન્ટમાં 61 ટકા બજાર હિસ્સો ધરાવે છે.