અહીં રોકાણ કરી મેળવો બેંક એફડી કરવા વધુ રિટર્ન

નવી દિલ્હી: ભારતમાં મોટાભાગના મધ્યમવર્ગીય પરિવારો રોકાણ માટે પ્રથમ પસંદગી ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી હોય છે. એનું સૌથી મોટું કારણ એ છે કે, એફડીમાં રોકાણ કરવામાં કોઈપણ પ્રકારનું જોખમ હોતું નથી. પણ હવે બેંકોએ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડી દીધા છે.  દેશની મોટી બેંકો જેવી કે એસબીઆઈ, એચડીએફસી બેંક, પીએનબી અને આઈસીઆઈસીઆઈ એક વર્ષથી લઈને 10 વર્ષ સુધીની અવધિ માટે એફડી પર 6.5 ટકા (સિનિયર સિટિઝન સિવાય) વ્યાજ દર ઓફર કરી રહી છે.

એફડી પરના વ્યાજના દરમાં ઘટાડો નિવૃત્ત વ્યક્તિને સૌથી વધુ અસર કરે છે, કારણ કે તેઓ એફડીના વ્યાજની આવક પર નિર્ભર હોય છે. આજે અમે તમને આવા કેટલાક રોકાણ વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે એફડી કરતા વધારે રિટર્ન મેળવી શકો છો.

સ્મોલ ફાઈનાન્સ બેંક/નવી પ્રાઈવેટ બેંક

ડીસીબી બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંક જેવી નવી ખાનગી બેંકો એફડી પર સામાન્ય નાગરિકો માટે 7.80 ટકા સુધી અને સિનિયર સિટિઝન્સ માટે 8.4 ટકા વ્યાજની ઓફર કરી રહી છે. આ ઉપરાંત ઉત્કર્ષ બેંક અને જન સ્મોલ ફાઇનાન્સ જેવી નાની ફાઇનાન્સ બેંકો પણ ટર્મ ડિપોઝિટ પર 8.6 ટકા સુધીના વ્યાજ દર આપી રહી છે. આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને તમે એફડી કરતા વધારે વળતર મેળવી શકો છો. મહત્વનું છે કે આ બેંકોમાં તમારા નાણાં સહકારી બેંકો કરતા વધુ સુરક્ષિત છે. આ એટલા માટે છે કારણ કે અહીં તમારા નાણાં ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ ઈંશ્યોર હોય છે.

પોસ્ટ ઓફિસ સ્કીમ

અહીં તમારા નાણા બેંક એફડી કરતા વધુ સુરક્ષિત છે અને રિટર્ન પણ બેંક કરતાં વધારે મળે છે. પોસ્ટ ઓફિસમાં તમને જૂદા જૂદા સમયગાળા માટે રોકાણના 9 વિકલ્પો મળે છે. જેમાં પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવા વિકલ્પો લાંબા ગાળાના છે. તો પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને માસિક આવક યોજના ટૂંકા અને મધ્યમ ગાળા માટે છે. આ સ્કીમો પર સમાન સમયગાળા માટેના વ્યાજ દર બેંક થાપણો કરતા 1.5 ટકા વધારે છે. તો કેટલીક સ્કીમો જેવી કે પીપીએફ અને એસએસવાયમાં હાઈ રિટર્નની સાથે ટેક્સમાં પણ છૂટ મળે છે.

ટ્રેક્સ ફ્રી બોન્ડ્સ

હાઈ ટેક્સ બ્રેકેટમાં આવતા લોકો માટે આ બોન્ડ ઘણા અંશે યોગ્ય છે. કારણ કે આમાં વ્યાજની આવક ટેક્સ ફ્રી હોયા છે. આ ટેક્સ ફ્રી બોન્ડ સરકારી સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવે છે, માટે આ નાણા ડુબવાની સંભાવના ખુબજ ઓછી રહે છે. આ બોન્ડ 10 થી 20 વર્ષ સુધીની લાંબી અવધિ માટે બહાર પાડવામાં આવે છે. હાલમાં ટેક્સ ફ્રી બોન્ડ્સ 5.1 થી 5.4 ટકાની વચ્ચે ટેક્સ ફ્રી રિટર્નની ઓફર કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]