RBI આજે ધીરાણ નીતિ રજૂ કરશે, વ્યાજ દર ઘટાડો થશે કે નહી?

નવી દિલ્હીઃ આરબીઆઈની ધીરાણ નીતિ માટે બે દિવસીય બેઠક શરૂ થઈ છે. વ્યાજ દરો પર કોઈ નિર્ણય ગુરૂવારે લેવાય તેવી શક્યતા છે. જો કે ઈન્ડસ્ટ્રીના દબાણ છતાં પણ વ્યાજદરોમાં કપાતની આશાઓ ઓછી જ છે. તો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડના ભાવોમાં તેજીથી ઘરેલુ માર્કેટમાં મોંઘવારી વધવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આરબીઆઈ પણ આ વાતનો સંકેત આપી ચુકી છે. એક્સપર્ટ્સ પણ માની રહ્યા છે કે આરબીઆઈ આ વાત પર પોલિસી રેટમાં બદલાવ કર્યા વગર જૂના સ્તર પર યથાવત રાખી શકે છે.

આરબીઆઈ આ મીટિંગમાં થયેલી ચર્ચા વિશે માહિતી આપશે. આને એટલા માટે પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે બજેટ બાદ પણ આ આરબીઆઈની પહેલી પોલિસી મીટિંગ છે. આરબીઆઈએ ગત ત્રણ પોલિસી મીટિંગમાં રેપો રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે ઓગષ્ટ 2017માં બેન્ચમાર્ક લેંડિંગ રેટ 0.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યા હતા, જે રેપો રેટનું 6 વર્ષનું સૌથી નીચલુ સ્તર હતું.

રીટેઈલ મોંઘવારી દરમાં ઘટાડો થવાથી અને ગ્રોથને વેગ આપવાની જરૂરીયાતના કારણે આરબીઆઈ પર પોલિસી રેટમાં કપાત કરવાનું દબાણ છે. ઈન્ડસ્ટ્રી દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની માંગ કરવામાં આવી છે. જોકે વિશેષજ્ઞોના મત અનુસાર મોંઘવારીમાં આવલો ઘટાડો ટૂંકાસમયનો છે. આગળ મોંઘવારી વધવાનો ડર છે. આરબીઆઈએ પણ કહ્યું હતું કે નવા નાણાકીય વર્ષના પહેલા છમાસિક ગાળામાં મોંઘવારીનો દર ઊંચો રહેશે.

ઈન્ડસ્ટ્રી બોડી ફિક્કીનું કહેવું છે કે અર્થતંત્રમાં સુધારાના મજબૂત સંકેત દેખાઈ રહ્યા છે, ત્યારે આવા સમયે મોનિટરી પોલિસીમાં રાહતની જરૂરીયાત છે. ફિક્કીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગમાં ટર્ન અરાઉન્ડની જરૂરીયાત છે. ત્યાં જ વધુ સારી ઈકોનોમી માટે રોકાણ વધારવાની પણ જરૂરીયાત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]