અમેરિકામાં ફુગાવો આસમાનેઃ આઇસી15 ઇન્ડેક્સમાં મામૂલી સુધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકોઇન 40,000 ડોલરની સપાટીની ઉપર રહેવામાં સફળ નીવડ્યો હતો. રોકાણકારો અમેરિકાના ફુગાવાના આંકડા તથા વધુ જોખમની સ્થિતિનું આકલન કરી રહ્યા છે.

અમેરિકામાં માર્ચ મહિનાનો રિટેલ ફુગાવાનો દર 8.5 ટકા આવ્યો છે, જે ચાર દાયકાનો સર્વોચ્ચ દર છે. જોકે, કેટલાક અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોનું માનવું છે કે ફુગાવો વધવો હતો એટલો વધી ગયો છે અને હવે ટૂંક સમયમાં ઘટવા લાગશે.

દરમિયાન, બુધવારે અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ વધીને ખૂલવાની શક્યતા છે. આ સંજોગોમાં ક્રીપ્ટોકરન્સીના રોકાણકારોનો ફરીથી આ ડિજિટલ એસેટ ક્લાસમાં વિશ્વાસ વધ્યો છે. એશિયન ટ્રેડમાં બધાં એક્સચેન્જો મળીને પાછલા ચોવીસ કલાકમાં લગભગ 140 મિલ્યન ડોલર મૂલ્યની ક્રીપ્ટોકરન્સીનું લિક્વિડેશન થયું હતું. બિટકોઇનના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઈથેરિયમ લગભગ 1 ટકો વધીને 3,000 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇનના ભાવ વધ્યા હતા. મીમ કોઇન્સમાંથી શિબા ઇનુનું રોબિનહૂડ પર લિસ્ટિંગ થવાને લીધે તેના ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.11 ટકા (69 પોઇન્ટ) વધીને 59,796 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 59,727 ખૂલીને 60,936 સુધીની ઉપલી અને 58,650 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
59,727 પોઇન્ટ 60,936 પોઇન્ટ 58,650 પોઇન્ટ 59,796

પોઇન્ટ

ડેટાનો સમયઃ 13-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)