બિટકોઇન સુધર્યોઃ આઇસી15 ઇન્ડેક્સમાં 1,462 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વિશ્વની સૌથી વધુ પ્રચલિત ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ મંગળવારે 40,000 ડોલરની આસપાસ રહ્યો હતો. એક સમયે 40,000ની નીચે ગયા બાદ રોકાણકારોને ફંડામેન્ટલ્સ અનુસાર ઘટાડો વધારે થઈ ગયો હોવાનું આકલન કર્યા બાદ તેમાં સુધારો આવ્યો હતો. અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં પણ સુધારો થતાં ક્રીપ્ટો માર્કેટ પર તેની અસર થઈ હતી.

બિટકોઇન અને અન્ય ક્રીપ્ટોકરન્સીની માર્કેટ હાલ શેરબજારની માફક જ વર્તી રહી છે. નાસ્દાક ફ્લેટ ખૂલવાની ધારણા છે એવા સમયે એસએન્ડપી 500 સ્ટોક ફ્યુચર્સમાં મિશ્ર વલણ હતું.

રોકાણકારોનું અનુમાન છે કે અમેરિકામાં રિટેલ ફુગાવાનો માર્ચ મહિનાનો દર ઉંચો આવશે. તેને પગલે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરી શકે છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.38 ટકા (1,462 પોઇન્ટ) ઘટીને 59,727 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 61,190 ખૂલીને 61,443 સુધીની ઉપલી અને 58,183 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
61,190 પોઇન્ટ 61,443 પોઇન્ટ 58,183 પોઇન્ટ 59,727

પોઇન્ટ

ડેટાનો સમયઃ 12-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)