નવી દિલ્હીઃ વર્ષ 2013-14થી ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે નિકાસ ક્ષેત્રે 103 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2013-14માં આ ઉદ્યોગની નિકાસનો આંક રૂ. 90,415 કરોડ હતો, જે વર્ષ 2021-2માં વધીને રૂ. 1,83,422 કરોડ થયો છે. આ જાણકારી કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આપી છે.
કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહકોની બાબતો, અન્ન અને જાહેર વિતરણ તથા કાપડ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ ભારત ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે સેવા બજાવી રહ્યું છે.