હાલ માત્ર મહિલા કેબિન ક્રૂઃ જેટ એરવેઝ

મુંબઈઃ 2019ની 17 એપ્રિલથી જેના ઉડ્ડયનો બંધ થઈ ગયા છે તે જેટ એરવેઝ એરલાઈન નવેસરથી તેની વિમાનસેવા શરૂ કરવાની પ્રક્રિયામાં છે. તેણે કહ્યું છે કે શરૂઆતના તબક્કામાં એ માત્ર મહિલા કેબિન ક્રૂ સભ્યો સાથે જ ફ્લાઈટ્સ સંચાલિત કરશે અને કામગીરીઓ ચોક્કસ સ્તરે પહોંચી જાય એ પછી જ તે પુરુષ કેબિન ક્રૂ સભ્યોને કામ પર રાખશે.

જેટ એરવેઝ આ મામલે વિસ્તારા એરલાઈનનું અનુકરણ કરશે, જેણે તેની વિમાન સેવા શરૂ કરાયા બાદ આશરે ત્રણ વર્ષ બાદ, 2018ના માર્ચમાં પુરુષ કેબિન ક્રૂ સભ્યોને કામ પર રાખવાનું શરૂ કર્યું હતું. જેટ એરવેઝ તેના નવા પ્રમોટર્સ જાલન-કેલરોક કોન્સોર્ટિયમના નેતૃત્વ હેઠળ વિમાન સેવા નવેસરથી શરૂ કરવાની તૈયારીમાં છે. એવિએશન ઉદ્યોગના અનુભવી સંજીવ કપૂરે જેટ એરવેઝના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરનું પદ સંભાળી લીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]