મુંબઈઃ ટેક્સટાઇલ મંત્રાલય બીજી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી (ICAC)ની 81મી બેઠકની યજમાની કરશે. આ બેઠકમાં 35 દેશોના 400થી વધુ પ્રતિનિધિઓ ભાગ લે એવી શક્યતા છે. આશરે આઠ વર્ષના અંતરાલ પછી ICAC માટે આ આયોજનની યજમાની કરવી એ સન્માનની વાત છે.
કેન્દ્રીય કપડા અને વેપાર-ઉદ્યોગ પ્રધાન પીયૂ। ગોયલ દ્વારા ઉદઘાટન થનારા ચાર દિવસીય સંમેલનમાં વિવિધ કપેસ ઉત્પાદક, ઉપભોક્તા દેશોના સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિ મહત્ત્વના બિઝનેસ ડેલિગેટ્સ, વૈજ્ઞાનિકો અને સંશોધકો ભાગ લેશે. ICAC કપાસને કવર કરતી એક આંતરિક સરકારી સંસ્થા છે, જને યુનાઇટેડ નેશન્સ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. 1939માં રચાયેલી આ સંસ્થાના 28 દેશો સભ્ય છે, જેમાં બ્રાઝિલ, ઇજિપ્ત, ફ્રાન્સ, સુડાન અને અમેરિકાની સાથે ભારત આ ફોરમના સંસ્થાપક દેશોમાંનો એક છે. આ સિવાય ફોરમના સભ્યો નથી તેવા દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
આ પહેલાં વર્ષ 2015માં આ ફોરમની યજમાની ભારતે કરી હતી. ત્યારે આ ફોરમની થીમ હતી ખેતથી કપડાં સુધીઃ કપાસના વિવિધ પાસા વિષર પર આધારિત હતી. છેલ્લાં છ દાયકાઓમાં પાંચમી વાર ICACની બેઠક ભારતમાં આયોજિત કરવામાં આવી રહી છે.
ICACની બેઠક વિશ્વ કપાસ ઉદ્યોગ માટે મહત્ત્વની છે, કેમ કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ માટે આ ફોરમ એક મંચ પૂરો પાડે છે. આ મંચ પર કપાસ ઉત્પાદક, ઉપભોક્તા અને વેપારી દેશોના ઉદ્યોગ અને સરકારી નેતાઓ વિચારવિમર્શની તક પૂરી પાડે છે.